શોધખોળ કરો

રાજકોટ પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ, જાણો કેવી રીતે કામ કરશે આ કેમેરા

Body worn camera : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શહેર પોલીસને અમેરિકાની આધુનિક ટેકનોલોજીવાળા 400 કેમેરા ફાળવાયા છે. આ કેમેરા અંગે પોલીસ જવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી.

Rajkot : રાજકોટ પોલીસ હવે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ થશે. હવે દરેક પળનું લાઈવ રેકોર્ડિંગ થશે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા  શહેર પોલીસને  અમેરિકાની આધુનિક ટેકનોલોજીવાળા 400 કેમેરા ફાળવાયા છે. આ કેમેરા અંગે પોલીસ જવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી.

પોલીસ જવાનોની ટ્રેનિંગનો પ્રારંભ 
ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણ નિવારવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર અમેરિકાની ટેક્નોલોજીથી અતિ આધુનિક થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે 10 હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવવા આવ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં  પણ 400જેટલા કેમેરા ફાડવામાં આવ્યા છે જેમને લઈ આજથી 500 વધુ પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારોની આજેથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. જેમાં કઈ રીતે કેમેરાનો ઉપયોગ કરવો સહિતની માહિતી ટ્રેનિંગમાં આપવામાં આવશે.

પોલીસ અધિકારીઓ ડ્યુટી દરમિયાન પહેરશે કેમેરા 
ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને વી.વી.આઈ. પી. બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ. પી.એસ.આઈ. સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારી ડ્યટી દરમિયાન પોતાના શોલ્ડર પર બોડી વોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કેમેરાથી ગાંધીનગરમાં લાઈવ રેકોર્ડિંગ થશે
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડીવોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં બે પ્રકારના કેમેરા છે જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે. ગાંધીનગર ખાતે બોડીવોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં કોમી રમખાણો, વીવીઆઈપી સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ જોઈ શકાશે અને ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે. સાથે જ કોઈ મોટી રેડ દરમિયાન અથવા તો આરોપીને પકડવા સમયે પણ આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

તમામ ગતિવિધિઓ થશે રેકોર્ડ 
રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડીવોર્ન કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. અને પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતાની વર્દી ઉપર કેમેરા લગાડવામાં આવશે આ કેમેરામાં 50 થી 60 મિટરના અંતરમાં થયેલી તમામ ગતિવિધ વિડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. જેથી પોલીસ અને લોકો વચ્ચે બનેલા બનાવનું યોગ્ય પુરાવા મળી રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Embed widget