શોધખોળ કરો
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Weather: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Gujarat Rain Alert: આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
1/6

Rain Forecast: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
2/6

દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
Published at : 05 Jul 2024 07:12 AM (IST)
આગળ જુઓ





















