શોધખોળ કરો
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO: SME IPOના ઇશ્યૂ પ્રાઇસથી ખૂબ જ ઊંચા ભાવે લિસ્ટિંગે રેગ્યુલેટર અને એક્સચેન્જોની ચિંતા વધારી હતી. જેના પછી નેશનલ સ્ટોક એક્સચેન્જે આ નિર્ણય લીધો છે.
SME IPO Listing Price Cap: SME IPOના એક્સચેન્જ પર લિસ્ટિંગ પ્રાઇસની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. NSEના SME ઇમર્જ પ્લેટફોર્મ (NSE Emerge Platform) પર આ કંપનીઓના IPOની લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી 90 ટકાથી ઉપરના ભાવે નહીં થઈ શકે.
1/5

નેશનલ સ્ટોક એક્સચેન્જે (National Stock Exchange) પરિપત્ર જારી કરીને આ જાહેરાત કરી છે. એક્સચેન્જનો આ નિર્ણય 4 જુલાઈ 2024થી જ લાગુ થઈ ગયો છે. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જનો આ આદેશ માત્ર SME IPO પર જ લાગુ પડશે. મેઇનબોર્ડ IPO (Mainboard IPO) પર આ આદેશ લાગુ નહીં પડે.
2/5

નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રાઇમરી માર્કેટ્સ સાથે સંકળાયેલા વિભાગે પરિપત્ર જારી કરતાં કહ્યું છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના SME ઇમર્જ પ્લેટફોર્મ પર સ્પેશિયલ પ્રી ઓપન સેશનમાં SME IPOની લિસ્ટિંગ પર પ્રાઇસ ડિસ્કવરી દરમિયાન IPO પ્રાઇસથી 90 ટકા ઉપરની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. એટલે કે ઇશ્યૂ પ્રાઇસથી 90 ટકાથી વધુના ભાવે SME IPOની લિસ્ટિંગ નહીં થઈ શકે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો આ આદેશ 4 જુલાઈ 2024થી માન્ય રહેશે.
Published at : 05 Jul 2024 07:54 AM (IST)
આગળ જુઓ





















