(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટ લોધિકા સંઘ વાઇસ ચેરમનના રાજીનામાં મામલે રાજકારણ ગરમાયુ, જાણો
રાજકોટ લોધિકા સંઘ મામલે લોધિકા સંઘના ડિરેકટર અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ ગંભીર આક્ષેપો કર્યા છે,
Rajkot: રાજકોટમાં લોધિકા સંઘ વાઇસ ચેરમને આપેલા રાજીનામાં મુદ્દે હવે ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં હાલમાં જિલ્લા ભાજપના બે જૂથોની લડાઈ આમને સામને આવી ગઇ છે. રાજકોટ લોધિકા સંઘના હાલના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા વચ્ચે વર્ચસ્વ લડાઈ જામી છે. આ મામલે હવે એક જૂથ સમગ્ર મામલે પ્રદેશમાં રજૂઆત કરવા જશે.
રાજકોટ લોધિકા સંઘ મામલે લોધિકા સંઘના ડિરેકટર અને પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ ગંભીર આક્ષેપો કર્યા છે, માર્ચ પછી બેઠકમાં સંઘના વાર્ષિક અહેવાલ રજૂ કરવાના હોય છે પરંતુ સભામાં આ અહેવાલો ગાયબ કરી નાંખ્યા હતા. અહેવાલ રજૂ ન કરતા બેઠકમા ઉગ્ર બોલાચાલી થઈ હતી. 15 કરોડ વધુ નફો કરતી સંસ્થા અચાનક 12 કરોડ નફો થઈ જતાં પૂર્વ ચેરમેને આ મુદ્દે સવાલો કર્યા હતા. જોકે, સવાલોના જવાબ ના અપાતા બોલાચાલી થઇ હતી, બાદમાં વાઇસ ચેરમેને રાજીનામુ ધરી દીધુ હતુ.
Bageshwardham Sarkar: પરસોત્તમ પીપરીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે ફેરવી તોળ્યું, વિવાદ ઉકેલવામાં આ વ્યક્તિની મહત્વની ભૂમિકા
Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે.. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો હતો. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈ વિવાદ ઉભો થયો હતો અને તેમને જાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી હતી. હવે આ સમગ્ર મુદ્દે પીપરીયાએ ફેરવી તોળ્યું છે. તેમણે કહ્યું સનાતન ધર્મનો વિરોધ નથી કરતા તે માત્ર અંધશ્રદ્ધા અંગે કહેવા માંગતા હતો. અકીલા ન્યુઝ પેપરના કિરીટભાઈ ગણાત્રાએ આ વિવાદ ઉકેલવામાં મધ્યસ્થી કરી હતી. પરસોત્તમ પીપરીયાએ વિવાદ પૂર્ણ થયો હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં સી.આર.પાટીલ પણ રહી શકે છે હાજર
બાગેશ્વર સરકારનો આગામી દિવસોમાં ગુજરાતના મોટા શહેરોમાં લોક દરબાર યોજાનારો છે. સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.