શોધખોળ કરો

ગૃહિણીઓને રાહત, તહેવારોની સિઝન પહેલા શાકભાજીના ભાવ 10 થી 20 રૂપિયા ઘટ્યા, જાણો આજનો રેટ

હાલમાં ટામેટાં અને આદુને છોડી દેતા તમામ પ્રકારની શાકભાજીના ભાવમાં 10 થી 20 રૂપિયા જેવો એક કિલોએ ઘટાડો નોંધાયો છે.

Vegetable Price Drop: રાજ્યમાં ગૃહિણીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, ગૃહિણીઓને શાકભાજીના ભાવમાં રાહત મળી છે, હાલમાં નવા રેટ પ્રમાણે, રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં રાહત મળી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શાકભાજીના ભાવમાં 10 થી 20 રૂપિયા કિલોએ ઘટાડો થયો છે. છેલ્લા આઠ દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લેતા શાકભાજીના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. ખાસ વાત છે કે, હાલમાં ટામેટાં અને આદુને છોડી દેતા તમામ પ્રકારની શાકભાજીના ભાવમાં 10 થી 20 રૂપિયા જેવો એક કિલોએ ઘટાડો નોંધાયો છે. જો વરસાદ વિરામ લેશે તો આગામી દિવસોમાં હજી પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થઇ શકે છે. 

ગૃહિણીઓને રાહત, તહેવારોની સિઝન પહેલા શાકભાજીના ભાવ 10 થી 20 રૂપિયા ઘટ્યા, જાણો આજનો રેટ

હાલના શાકભાજી ભાવ..

રીંગણા - 40 રૂપિયા 
ભીંડા - 50 રૂપિયા
મરચાં - 60 રૂપિયા
ગુવાર -120 રૂપિયા
ફૂલાવર - 80 રૂપિયા
આદુ - 200 રૂપિયા
કોબીજ - 50 રૂપિયા
કારેલા - 50 રૂપિયા
ટમેટા -180 થી 200

ટામેટાના ભાવમાં ફરી ભડકો

રસોડામાં દરરોજ વપરાતું ટામેટું હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યું છે. ઘણા જથ્થાબંધ વેપારીઓના મતે ટામેટાના ભાવમાં આગ વધુ ભડકશે અને તેના છૂટક ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. છેલ્લા એક મહિનાથી ટામેટાના ભાવ આસમાને છે. ભારે વરસાદને કારણે ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં તેના ઉત્પાદન અને પુરવઠામાં સમસ્યાઓના કારણે આવું થઈ રહ્યું છે.

ટામેટાના ભાવ કેમ વધી રહ્યા છે

એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC)ના સભ્ય કૌશિકે પીટીઆઈને જણાવ્યું હતું કે ટામેટા, કેપ્સીકમ જેવા અનેક મોસમી શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો થયા બાદ તેમના વેચાણમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે જથ્થાબંધ બજારના વિક્રેતાઓ સહિત છૂટક વિક્રેતાઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ટામેટાના ભાવ હવે પ્રતિ કિલો રૂ. 160થી વધીને રૂ.220 પ્રતિ કિલો થઇ ગયા છે અને તેના કારણે છૂટક બજારમાં પણ આ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

મધર ડેરીમાં ટામેટા 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે

ટામેટાના ભાવ 300 રૂપિયા સુધી જઈ શકે છે

શાકમાર્કેટના હોલસેલરોનું કહેવું છે કે આગામી સમયમાં ટામેટાંનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પણ ટામેટાં રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જો કે, ટામેટાંના વધતા ભાવને જોતા, કેન્દ્ર સરકાર એક્શનમાં આવી અને 14મી જુલાઈથી ઓછા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું. આના કારણે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ટામેટાંના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ સપ્લાયમાં ઘટાડો થયા પછી તે ફરીથી ચઢવા લાગ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે ટામેટાની કિંમત 203 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે મધર ડેરીના સફલ સ્ટોર્સ પર તે 259 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget