શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં રેલનગર અંડરબ્રિજનું કરાશે સમારકામ, જાણો કેટલા દિવસ સુધી રહેશે બંધ?

Rajkot: અંડરબ્રિજના તળિયા-દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરી સમારકામ કરાશે

Rajkot: રાજકોટમાં રેલનગર અંડરબ્રિજ આજથી બે મહિના સુધી બંધ રહેશે. મળતી જાણકારી અનુસાર, શહેરના રેલનગર અંડરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી બે મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલનગર બ્રિજમાં તળિયા અને દિવાલોમાંથી સતત પાણી ચાલુ રહે છે જેના કારણે અંડરબ્રિજ આસપાસ કાયમ પાણીનો ભરાવો રહે છે.                   

તળિયાનું પાણી રોકવા અને બ્રિજનું પ્રાથમિક સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા 56 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અંડરબ્રિજના તળિયા-દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરી સમારકામ કરાશે. આ અંડરબ્રિજનો ઉપયોગ રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો કરે છે. પરંતુ રેલનગર બ્રિજમાંથી પસાર થતા લોકોને આગામી 60 દિવસ માધાપર ચોકડી અને પોપટપરાના નાલા વાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.                     

રાજકોટના રેલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેનું જેનું બાંધકામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ દર વર્ષે ચોમાસાની સિઝનમાં સતત ત્રણ થી ચાર મહિના સુધી બ્રિજમાં પાણી નીકળતું રહે છે. પાણી નીકળવાના કારણે અંડરબ્રિજ આસપાસ કાયમ પાણી રહે છે. તળિયામાંથી પાણી નીકળવાના કારણે શેવાળ થવાની સમસ્યા આવતી હતી. રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો અંડરબ્રિજથી પસાર થાય છે અને આ શેવાળ અને ભરાયેલા પાણીને કારણે રોજ અનેક લોકોના વાહનો સ્લીપ થતા હતા. ભૂતકાળમાં ઈજનેરોના ભૂલના કારણે અંડરબ્રિજ સુવિધાહિન સાબિત થઇ હતી.          

આ સમસ્યાના કાયમી નિવારણ માટે કોર્પોરેશન દ્વારા 56 લાખના ખર્ચે પ્રેશર ગ્રાઉન્ટીંગ ફિલીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચને મંજૂરી આપી છે અને હવે તેની કામગીરી શરૂ થશે. જેના કારણે આગામી સોમવારથી આ અન્ડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવશે. એપ્રિલ - 2017માં આ અંડરબ્રિજ રૂપિયા 17 કરોડમાં થયો હતો તૈયાર થયો હતો. જેમાં હવે તળિયાનું પાણી રોકવા અને બ્રિજનાં પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા  56 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અંડરબ્રિજના તળિયા-દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરી સમારકામ કરવામાં આવશે.                       

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget