કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રેલી, પોલીસે ફટકારતાં યુવાનો બાઈકો મૂકી મૂકીને ભાગ્યા, કેટલાય ગબડી પડ્યા, જુઓ વીડિયો
ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.
![કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રેલી, પોલીસે ફટકારતાં યુવાનો બાઈકો મૂકી મૂકીને ભાગ્યા, કેટલાય ગબડી પડ્યા, જુઓ વીડિયો Rally against killing of Kishan Bharwad, The youths fled after being hit by the police કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રેલી, પોલીસે ફટકારતાં યુવાનો બાઈકો મૂકી મૂકીને ભાગ્યા, કેટલાય ગબડી પડ્યા, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/31/fd80aee7b2d31c3dae7347f5694563f7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના વિરોધમાં નિકળેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કરતાં કેટલાય યુવકો ગબડી પડ્યા હતા જ્યારે સંખ્યાબંધ યુવકો બાઈક મૂકી મૂકીને ભાગ્યા હતા. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી સામે પોલીસે કરેલા લાઠીચાર્જમાં એક યુવાનને માથામાં ઇજા પણ થઈ હતી.
કિશન ભરવાડની હત્યાના વિરોધ કરવા એકઠા થયેલા 2000 હજાર યુવાનોના ટોળા વિખેરવા માટે પોલીસે દંડાવાળી કરી હતી અને યુવકોને દોડાવી દોડાવીને માર્યા હતા. રાજકોટના ફૂલછાબ ચોકમાં પોલીસના લાઠીચાર્જમાં અનક યુવાનો ગબડી પડ્યા હતા ને પોલીસે તેમને પણ ધોયા હતા.
ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.
રાજકોટમાં પણ ધંધુકાના કિશન ભરવાડ ની હત્યા ના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને યુવાનોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા હતા. પોલીસે યુવકોને દંડા ફટકારી ફટકારીને ભગાડ્યા હતા.
રાજકોટમાં યુવાનોએ અલગ અલગ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી નીકળી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ રેલીમાં કિશન ભરવાડની હત્યાને આતંકવાદી કૃત્ય ગણાવીને આતંકવાદનો કલમોનો ઉમેરો કરવા ભરવાડ સમાજે માગ કરી છે. હિન્દુવાદી સંગઠનો પણ વિરોધમાં જોડાયા હતા. યુવાનોએ અલગ અલગ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.શહેરનાં અલગ અલગ રાજમાર્ગો પર થઈને જિલ્લા કલેકટર સુધી રેલી નીકળી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
જિલ્લા કલેકટર કચેરી યુવાનોના જય દ્વારકાધીશ નાદ સાથે ગુંજી ઉઠી હતી..
અમદાવાદમાં પણ માલધારી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ નારા સાથે કિશન ભરવાડની હત્યાના કાવતરામાં સંડોવાયેલા તમામ આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માગણી કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)