શોધખોળ કરો
Advertisement
Rajkot: મહાનગરપાલિકાના મુરતિયાને લઈને ભાજપમાં વિવાદ, જાણો કોણે-કોણે વિરોધ નોંધાવ્યો
ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે.
રાજકોટ: ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે. રાજકોટના સિનિયર દાવેદારોમાં આ યાદીના પગલે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને 38 કોર્પોરેટરમાંથી 28 કોર્પોરેટરોની ટીકીટ કપાઇ ગઇ છે. જેને લઇને સિનિયર દાવેદારોમાં ઘરમાં ગરમી જોવા મળી રહી છે.
વોર્ડ નંબર 14 ના ભાજપના પ્રમુખ અનિલ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને રાજીનામાની ચીમકી આપી ગાળો ભાંડી હોવાની ખબર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ રાખી મીડિયા અને અંદર સુધી પ્રવેશ કરવા માટે મનાઈ કરી હતી. ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવતા અનિલ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને ચાલુ પ્રેસ દરમિયાન ગાળો ભાંડી હતી બાદમાં છોડીને જતા રહ્યા હતા.
ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રાજકોટ ભાજપમાં ઉપેક્ષિત થતા આવ્યા છે. રાજકોટ ભાજપમાં ભંડેરી, ભારદ્વાજ અને મીરાણીને તેઓ મળ્યા હતા. સીનીયોરીટી પ્રમાણે ટિકિટ આપવાની હા પાડવામાં આવી હતી છતાં પણ એ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે તેઓએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયાના માધ્યમથી વિનંતી કરી હતી કે આ રીતે કરશે તો શહેર ભાજપ પડી ભાંગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement