Rajkot: જાણો ગુજરાતમાં કોણ આપી રહ્યું છે સાધુ સંતોને ધમકી, રાજકોટમાં સીઆર પાટિલને કરવામાં આવી રજૂઆત
નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ રાજસ્થાનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોને નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી પણ મળી છે.
રાજકોટ: બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ રાજસ્થાનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોને નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી પણ મળી છે. હવે આ કડીમાં રાજ્યના અનેત સાધુ સંતોએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. સાધુ સંતોએ સીઆર પાટિલ સામે પ્રોટેક્શન આપવા માગ કરી છે. સાધુ સંતોએ પાટીલને ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે, નૂપુર શર્માના કિસ્સા પછી અમને પ્રોટેક્શન આપવું જરૂરી છે. નોંધનિય છે કે, જસદણ અને રાજકોટ શહેરમાં ધમકી વધી છે. સાધુ સંતોએ સીઆર પાટીલને રજુઆત કરી કે, નૂપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીની ઘટના વધી છે જે અટકવી જોઇએ.
E-FIR: હવે વાહન કે મોબાઈલ ચોરી થાય તો નહીં થાય પોલીસ સ્ટેશનનો ધક્કો
અમદાવાદ: વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ઘટનામાં પીડિતો પડતી મુશ્કેલીને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે નાગરિકોએ પોલીસ સ્ટેશનનના ધક્કા ખાવા પડે છે. હવે આ સમસ્યાના નિરાકરમ માટે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે.
સામાન્ય મોબાઈલની ચોરી થાય અને વ્યક્તિએ આખો દિવસ કામ ધંધા છોડીને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. ગૃહ રાજયમંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત સરકાર ઘણા કામો માટે ઓનલાઈન સેવાઓ પુરી પાડે છે, હવે આ કિસ્સામાં પણ વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યૌ છે. હવે રાજ્યના નાગરીકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. આ ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરીકો ઘરે બેઠા ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકશે. આ પહેલા પણ ગુજરાત સરકારે ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે સક્ષમ બને તે આશયથી રાજયમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
ઇ-ગુજકોપ ડેટાબેઝના ઉપયોગથી ગુજરાત સરકારે ૨૦૧૯માં રાજ્યના નાગરીકો કેટલીક પોલીસ સેવાઓ ઓનલાઈન મેળવી શકે તે માટે સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ, સિટીઝન પોર્ટલ શરૂ કરેલ, જેથી ગુજરાત રાજ્યના નાગરિકો સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ અથવા સિટીઝન પોર્ટલ દ્વારા ઘરે બેઠા કુલ ૧૬ પોલીસ સેવાઓ મેળવી શકે છે. જે અંતર્ગત સિનિયર સીટીઝન નોંધણી, ભાડુઆત નોંધણી, ઘરઘાટી નોંધણી, ગુમ થયેલ મિલકત નોંધણી, ગુમ થયેલ વ્યક્તિ નોંધણી, "Police NOC" વગેરે સેવાઓ ઉપલ્બધ છે.
આ નવી સેવા અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, FIR નોંધાયાના ૪૮ કલાકમાં જ પોલીસ ફરીયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જ્ગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. અને સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે જેથી ફરીયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.