Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે

Stock Market Opening On 19 November 2024: ભારતીય શેરબજાર માટે મંગળવાર ખૂબ જ શુભ શરૂઆત છે. રોકાણકારોની ખરીદી અને શાનદાર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારોમાં તેજી જોવા મળી હતી. આ તેજીનું નેતૃત્વ IT, એનર્જી, બેન્કિંગ સેક્ટરના શેરો કરી રહ્યા છે. સેન્સેક્સ ફરી 78000ને પાર કરવામાં સફળ રહ્યો છે. હાલમાં BSE સેન્સેક્સ 801 પોઈન્ટના ઉછાળા સાથે 78128 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 227 પોઈન્ટના ઉછાળા સાથે 23,681 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
વધતા અને ઘટતા શેરબજાર
આજના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 4માં ઘટાડો છે. વધતા શેરોમાં ટાટા મોટર્સ 2.18 ટકા, એનટીપીસી 2.17 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.61 ટકા, અદાણી પોર્ટ્સ 1.55 ટકા, ઇન્ફોસીસ 1.47 ટકા, ટીસીએસ 1.01 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.89 ટકા, ટેક મહિન્દ્રા 07 ટકા, પાવર ગ્રિડ 0.07 ટકાના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા છે. કોટક મહિન્દ્રા બેન્ક 0.49 ટકા, બજાજ ફિનસર્વ 0.48 ટકા, સન ફાર્મા 0.24 ટકા, એક્સિસ બેન્ક 0.05 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટી 50માં પચાસ શેરોમાંથી 46માં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે જ્યારે 4માં ઘટાડો છે.
રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડ રૂપિયાનો વધારો
શેરબજારમાં મંગળવારના સત્રની મજબૂત શરૂઆતના કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ 5 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં 429.08 લાખ કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 3.88 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજના ટ્રેડમાં આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઝડપથી કારોબાર થઈ રહ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 818 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 287 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ઈન્ડિયા VIX 4.09 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
