શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા આઈપીએસ અધિકારીને સાપ કરડી જતાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા?
સાપના કરડવાથી કોઈ નુકસાન નહોતું થયું તેથી સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. આ ઘટના સોમનવારે બની હતી.
અમરેલી: અમરેલી જિલ્લા પોલીસ વડા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને તેમના ઘરના બગીચામાં સાપ કરડી જતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે સાપના કરડવાથી કોઈ નુકસાન નહોતું થયું તેથી સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. આ ઘટના સોમનવારે બની હતી.
અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પોતાના સુખનિવાસ કોલોનીમાં આવેલા નિવાસસ્થાને બનાવેલા બગીચામાં રવિવારે સાંજે કામ કરી રહ્યા હતા. રા. બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો. એ વખતે તેમને કંઈ નહોતું લાગ્યું પણ સોમવારે તેમણે શરીરમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.
આ ફરિયાદના પગલે તેમને તાબડતોબ સારવાર માટે પ્રથમ અમરેલીના ખાનગી દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતાં. રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમની હાલત તદન સ્વસ્થ જણાતા રજા આપી દેવાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement