શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે મોકલી પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટ: ગોંડલની આશાપુરા ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવેશ રમેશભાઈ અઘેરા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવકની ઉંમર આશરે 35 વર્ષ હતી.

રાજકોટ: ગોંડલની આશાપુરા ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવેશ રમેશભાઈ અઘેરા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવકની ઉંમર આશરે 35 વર્ષ હતી. ભાવેશ ગોંડલની સંઘાણી શેરીમાં રહેતો હોવાની વાત સામે આવી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે રાજકોટ ખસેડાયો છે. સમગ્ર બનાવ અંગે સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.

ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા

લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,  જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.

અરવલ્લીમાં રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

શામળાજીના દહેગામડા જગાપુર પાસેના રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલ મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું કારણ અને પરિજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. 

બિહારના છપરા દારૂકાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

બિહારના છપરાના બિહાર ઝેરી દારૂ કેસના માસ્ટરમાઇન્ડની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઘણા દિવસોથી કથિત માસ્ટરમાઇન્ડ રામ બાબુને શોધી રહી હતી. તે બિહારથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં છુપાયો હતો, જ્યાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.  છપરામાં દારૂ પીવાથી લગભગ 77 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, દારૂ પીનારા અન્ય ઘણા લોકોની હાલત ઘણા દિવસો સુધી ખરાબ રહી હતી. આ કેસની તપાસમાં લોકો જે દારૂ પીતા હતા તે ઝેરી હોવાનું બહાર આવ્યું હતું. તેની ખરીદી અને વેચાણ ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. સરકાર લોકોના મોતની તપાસ હેઠળ હતી. આ કેસમાં બિહાર પોલીસે રાજ્યના અનેક સ્થળોએથી જ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદNursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Embed widget