તહેવાર ટાણે જ મધ્યમ અને ગરીબ વર્ગને સરકારે આપ્યો આંચકો, સસ્તા અનાજની દુકાનોમાં તુવેર દાળનો જથ્થો ઓછો આવશે
દુકાન જેટલા કાર્ડ હશે તેના 50% જથ્થો મળશે. સરકાર દ્વારા જે જથ્થો ફાળવવામાં આવે છે તેના ભાવ કિલોના 50 રૂપિયા છે, તો બજારમાં મળતી તુવેર દાળનાં ભાવ 140 થી 160 રૂપિયા છે.
Rajkot: રાજકોટ સહિત રાજ્યમાં પુરવઠા ખાતાએ કાર્ડ ધારકો માટે એક તો પાંચ મહિને તુવેરદાળનો જથ્થો ફાળવ્યો છે. બીજી બાજુ તુવેરદાળના જથ્થામાં 50% કાપ મુકવામાં આવ્યો છે. જેને લઈને કાર્ડ ધારકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 50% જેટલો જથ્થો ફાળવવામાં આવતા મધ્યમ અને ગરીબ વર્ગના સસ્તા અનાજના કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે હજી સુધી દુકાનોએ જથ્થો આવ્યો જ નથી. વહેલા તે પહેલાના ધોરણે તુવેરદાળ મળશે.
દુકાન જેટલા કાર્ડ હશે તેના 50% જથ્થો મળશે. સરકાર દ્વારા જે જથ્થો ફાળવવામાં આવે છે તેના ભાવ કિલોના 50 રૂપિયા છે, તો બજારમાં મળતી તુવેર દાળનાં ભાવ 140 થી 160 રૂપિયા છે. રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનનાં હોદ્દેદારોએ પણ કહ્યું હતું કે તુવેર દાળનો જથ્થો ઓછો આવે એટલે દુકાનદારોને પણ તકલીફ પડી રહી છે.
તુવેરનો રેકોર્ડબ્રેક ભાવ
જૂનાગઢ માર્કેટયાર્ડમાં નવી મગફળીની આવક તથા ખેડૂતો સારા ભાવ મળવાથી ખુશખુશાલ થયા છે. જૂનાગઢ યાર્ડમાં 19 જણસીની આવક નોંધાઈ હતી. જેમાં અડદ અને મગફળીની સાથે તુવેરના પણ ખૂબ જ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરે છે, કારણકે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળવાથી જગતનો તાત ખુશખુશાલ છે. આજે 85 ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1895 રૂપિયા જ્યારે એક મણનો નીચો ભાવ 1500 રૂપિયા અને સામાન્ય ભાવ 1800 રૂપિયા નોંધાયો હતો.
તુવેર એક મણનો ઉંચો ભાવ 2519 રૂપિયા
જૂનાગઢ માર્કેટયાર્ડમાં તલનાં એક મણનાં 3250 રૂપિયા ભાવ રહ્યાં હતાં. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો. સારો ભાવ મળવાથી ખેડૂતો ખુખુશલા જોવા મળ્યા હતા. તુવેરની 224 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ 2519 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 2350 રૂપિયા તથા સામાન્ય ભાવ 2400 રૂપિયા નોંધાયા હતા.
ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે