શોધખોળ કરો

Saurashtra University paper leak case:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કૌભાંડમાં 111 દિવસ બાદ નોંધાયો ગુનો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કૌભાંડમાં આખરે 111 દિવસ બાદ ગુનો નોંધાયો હતો

રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કૌભાંડમાં આખરે 111 દિવસ બાદ ગુનો નોંધાયો હતો. આ પેપર અન્ય કોઈ નહીં પણ ભાજપના નગરસેવકની કોલેજ એચ.એન. શુક્લા કોલેજમાંથી લીક થયાનો ખુલાસો થયો છે.

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં લેવાનારી BBA અને B.COM સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાય તે અગાઉની રાત્રીથી પેપર ફરતા થઈ ગયા હતાં.. BBAનું પેપર લીક થયાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને રાત્રીના જ જાણ થઈ જતા તા. 13 ઓક્ટોબરના સવારે જ નવુ પેપર પરીક્ષા કેન્દ્રમાં મોકલી અપાયું હતું. જેથી પરીક્ષા યથાવત રહી હતી. જ્યારે બી.કોમનું પેપરલીક થયા અંગે યુનિવર્સિટી સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં રહ્યા હતા. આખરે પરીક્ષા પૂર્ણ થયા બાદ તે વિષયની ફરી પરીક્ષા યોજાઈ હતી. હવે 111 દિવસ બાદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અમિત પારેખે ભાજપ કોર્પોરેટરની કોલેજના રિસીવર જીગર ભટ્ટ તથા તપાસમાં અન્ય જેના નામો ખૂલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

Rajkot: બુટલેગરોને માહિતી આપતાં કોન્સ્ટેબલ સામે શું પગલાં ભરવામાં આવ્યા ? જાણો વિગત

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં બુટલેગરોને માહિતી આપનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિના પૂર્વે જેતપુરના નવાગઢ વિસ્તારોના પાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી હતી. જેની કોલ ડીટેલના આધારે ભાંડો ફૂટતા જિલ્લા પોલીસવડાએ આકરું પગલું ભરતાં કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા ,જગદીશ મકવાણા અને નિલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ કોન્સ્ટેબલો બુટલેગરોને રેડની માહિતી આપતા હતા.

અમદાવાદમાં થોડા દિવસ પહેલા પોલીસ કમિશ્નર ઓફિસ પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો

અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશ્નરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે એસએસસી ત્રાટકી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

ગીર ગઢડામાં દારૂ સંતાડવા બુટલેગરોએ જમીનમાં બનાવી હતી ઓરડી

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.15 લાખની કિંમતનો 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો, જેને એલસીબીએ શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget