શોધખોળ કરો

રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રમાં બે લોકોએ ગુમાવ્યો જીવ

મોડી રાત્રીના છાતિમાં દુખાવો થતા 40 વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનના મોતના પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છે.

Death by Heart Attack: રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. સૌરાષ્ટ્રમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં પ્રથમ ઘટના બોટાદમાં બની છે. બોટાદની ખાનગી હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત છે. મોડી રાત્રીના છાતિમાં દુખાવો થતા 40 વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનના મોતના પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છે.

બીજી ઘટના રાજકોટમાં જેતપુરમાં બની છે. અહીં જેતપુર તાલુકાના પીઠડીયા ગામે હાર્ટ એટેકથી એકનું મોત થયું છે. ભગવતી ચોકમા રહેતા 45 વર્ષીય મનીષાબેનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેથી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. તબીબના પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેક આવ્યો છે.  જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કઈ રીતે મોત થયું તે હકીકત બહાર આવશે.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget