Khodaldham: સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક આગેવાનો ખોડલધામ ખાતે આપશે હાજરી, આનંદીબેન પટેલના દીકરીને મળી શકે છે મોટી જવાબદારી
રાજકોટ: લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજી આંગણે રૂડો અવસર આવ્યો છે. રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે.
રાજકોટ: લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજી આંગણે રૂડો અવસર આવ્યો છે. રાજકોટ જિલ્લાના ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂરા થયા છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ઓલ ઇન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધ્વજા રોહાણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત લોક ડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, સભા અને મહાપ્રસાદનું ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ પણ હાજર. તો બીજી તરફ આજે ખોડલધામના 25 ટ્રસ્ટીઓની જાહેરાત થશે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ખોડલધામના ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવશે. લેઉવા પાટીદાર સમાજના યુવાનોને ટ્રસ્ટી તરીકે સ્થાન મળશે.
પહાડી રાજ્યોમાં હિમવર્ષા
દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. એક તરફ પર્વતીય રાજ્યોમાં સતત હિમવર્ષા ચાલી રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 થી 27 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી મુખ્યત્વે ઉત્તરપશ્ચિમ ભારત પર ક્રમશઃ પૂર્વ તરફ આગળ વધવાની અને વધુ ભેજ સાથે આગળ વધવાની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં હળવી હિમવર્ષા થઇ શકે છે., 24 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કરા પડી શકે છે.
દિલ્હીમાં હવામાન કેવું છે ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 23 થી 26 જાન્યુઆરી વચ્ચે વરસાદ જોવા મળશે. રાજધાનીમાં આજે એટલે કે 21 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી રહેવાની સંભાવના છે. 22 જાન્યુઆરીએ પણ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નોંધવામાં આવશે નહીં. તે જ સમયે, 23 અને 24 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ જોવા મળશે. 26 જાન્યુઆરીએ મહત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હિમાચલમાં હિમવર્ષા
શિમલામાં હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. એક તરફ હિમવર્ષાના કારણે લોકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, પ્રવાસન પર નિર્ભર લોકો માટે આ એક સારી મોસમ માનવામાં આવે છે. છેલ્લા 18-20 કલાકથી સમગ્ર જિલ્લામાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. જેના કારણે 2 નેશનલ હાઈવે બંધ છે, લગભગ 45 અન્ય રસ્તાઓ હિમવર્ષાને કારણે બંધ છે.