શોધખોળ કરો

Rajkot:  ગોંડલમાં વેરી તળાવમાં  મહિલાએ 5 વર્ષની દીકરી સાથે ઝંપલાવ્યું, દિકરીનું મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલા વેરી તળાવમાં એક મહિલાએ પોતાની પાંચ વર્ષીય દીકરી સાથે ઝંપલાવ્યું છે. આ ઘટનામાં માતાનો તો બચાવ થયો છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલા વેરી તળાવમાં એક મહિલાએ પોતાની પાંચ વર્ષીય દીકરી સાથે ઝંપલાવ્યું છે. આ ઘટનામાં માતાનો તો બચાવ થયો છે. પરંતુ પાંચ વર્ષીય દીકરીનું મોત થયું છે. મૂળ મોવિયાના હાલ ગોંડલ રહેવા આવેલા દંપતી વચ્ચે માસૂમ દીકરીના તોફાનને લઈ સામાન્ય ઝઘડો થયો હતો.  જેને લઈ માઠું લાગતા ભાવનાબહેન રાદડિયાએ 5 વર્ષીય દીકરી ભૂમિકા સાથે વેરી તળાવમાં ઝંપલાવ્યું હતું. બચાવકર્મીઓએ માતાને તો બચાવી લીધી હતી. પરંતુ દીકરીનું ડૂબી જવાથી મોત થયું છે. પતિની ફરિયાદના આધારે દીકરી સાથે ઝંપલાવનાર મહિલા સામે હત્યાનો ગુનો નોંધાયો છે.

Gujarat Government Formation: ભૂપેન્દ્ર પટેલે બીજી વખત લીધા CM પદના શપથ, જાણો કયા પડકારોનો કરવો પડશે સામનો ?

Bhupendra Patel Oath Taking: ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા. આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે કામ કરવાનો અને સંકલ્પ પત્રની જાહેરાતોને પૂર્ણ કરવાનો રહેશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભંડોળ એકત્ર કરવું પડશે. ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે. ગુજરાત પહેલાથી જ દેવાના બોજાથી દબાયેલું છે. ભાજપ દ્વારા ચૂંટણી વચનો સમયસર પૂરા કરવા એ મોટો પડકાર છે. આવો અમે તમને ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા કેટલાક ચૂંટણી વચનો વિશે જણાવીએ.

  • એન્ટી રેડિક્લાઈઝેશન સેલ
  • ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ
  • ગુજરાતને $1 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું
  • પશ્ચિમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોરનું નિર્માણ
  • એગ્રી-માર્કેટિંગ ઇન્ફ્રા માટે 10,000 કરોડ
  • 'ગુજરાત ઓલિમ્પિક મિશન'ના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું અને ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવું.
  • રાજ્યની તમામ છોકરીઓ માટે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત છે
  • રાજ્યમાં 20 લાખ નવી રોજગારી સર્જન
  • મહિલાઓ માટે એક લાખ સરકારી નોકરીઓ

ગુજરાતના દેવામાં થયો વધારો

આ તમામ ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભાજપે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ કોમ્પ્ટ્રોલર ઑફ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2016-17માં ગુજરાત સરકાર પર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2022માં તે વધીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સરકાર સમક્ષ પ્રથમ પ્રાથમિકતા રાજ્યનું વધતું દેવું ઘટાડીને તેના ચૂંટણી વચનો પૂરા કરવાની રહેશે.

ગુજરાતમાં રોજગારની સ્થિતિ

ભાજપે ગુજરાતમાં 20 લાખ નવી નોકરીઓ ઉભી કરવાની વાત કરી છે. ગુજરાત સરકારના આર્થિક સર્વે મુજબ ઓક્ટોબર 2021 સુધીમાં રોજગાર કચેરીમાં 3.72 લાખ લોકોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 3.53 લાખ લોકો સ્નાતક હતા. ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં 2.60 લોકોએ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ નોંધાવ્યા હતા, જેમાંથી 83 ટકા એટલે કે 2.17 લાખ લોકોને રોજગાર મળ્યો હતો.

આ વખતે ભાજપે એક લાખ મહિલાઓને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓ માટે સરકારી નોકરીની વ્યવસ્થા કરવી અને તેના માટે ભંડોળની વ્યવસ્થા કરવી એ ભાજપ સરકાર સમક્ષ મોટો પડકાર હશે. એટલે કે ભાજપ સરકારે આગામી પાંચ વર્ષમાં મહિલાઓ માટે દર વર્ષે 20,000 નોકરીઓ ઉભી કરવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
Embed widget