શોધખોળ કરો
Advertisement
સોમવારથી દ્વારકા-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના હજારો મંદિરો ખુલશે, આરતીમાં ભક્તો ભાગ નહીં....
સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે તો સામાન્ય દિવસોમાં પણ હજારો માણસો આવતા હોય છે અને રવિવારની રજા, પુનમ, શિવરાત્રિ, સોમવાર જેવા દિવસે આ સંખ્યા ડબલ થઈ જતી હોય છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં 8જૂનને સોમવારથી ધર્મસ્થલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે મંદિરોના સંચલાકો, ટ્રસ્ટીઓ, પૂજારીઓ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર સહિતના મંદિરોએ રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે ત્યારે ત્યાં સોશ્યલ ડિસ્ટન્સનું અને ચેપ ન પ્રસરે તેનું ધ્યાન રાખવા સાથે સલામતિ બંદોબસ્ત માટે ખાસ તૈયારીઓ શરુ થઈ રહી છે.
નાના-મધ્યમ મંદિરો કે જ્યાં સામાન્ય દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હોય છે અને જ્યાં કાર્યક્રમો પણ થતા નથી હોતા ત્યાં તો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન સરળ રહેશે. પરંતુ, સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે તો સામાન્ય દિવસોમાં પણ હજારો માણસો આવતા હોય છે અને રવિવારની રજા, પુનમ, શિવરાત્રિ, સોમવાર જેવા દિવસે આ સંખ્યા ડબલ થઈ જતી હોય છે. ઉપરાંત ચામુંડા માતાજી મંદિર ચોટીલા, ખોડલધામ, રાજકોટ સહિતના સ્થળે સ્વામિનારાયણ મંદિરે, જલારામ બાપા (વીરપુર), સીદસર સહિત અનેક મંદિરોએ ખાસ કરીને રજાના દિવસોએ ચિક્કાર ભીડ રહેતી હોય છે.
સોમનાથ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે સોમવારથી મંદિર ખોલવા નિર્ણય લેવાયો છે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ચૂસ્ત રીતે કરાશે. એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાથ ધોવા માટે સેનેટાઈઝર મશીનો મંદિરોને અપાયા છે. મંદિરમાં માત્ર દર્શન જ કરી શકાશે અને આરતી વખતે અગાઉ જેમ લોકો ભાગ લેતા તેમ ભાવિકોને આવવા દેવાશે નહીં. તો દ્વારકાધીશ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે મંદિર ખોલવામાં આવશે પરંતુ, દર્શનાર્થીઓ ઓછા પ્રમાણમાં જ ક્રમશઃ પ્રવેશ અપાશે અને આ માટે સુરક્ષા અને વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ રહી છે.
રાજ્ય સરકારે મંદિરોમાં ભીડ થાય તેવા કોઈ પણ કાર્યક્રમ, જેમ કે સમુહ પ્રાર્થના સત્સંગ સભા, કથા-સપ્તાહ, પર્વ ઉજવણી વગેરે પર નિયંત્રણ રાખ્યા છે. પરંતુ, ખાસ કરીને લાખો ભાવિકો જેઓ મંદિરે દર્શન કરવાનો સદીઓથી નિયમ રાખતા હોય છે તેઓને રાહત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement