શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં સોની પરિવારનો માળો વિંખાયો, માતા-પુત્ર બાદ પિતાએ પણ દમ તોડ્યો

રાજકોટ: શહેરમાં થોડા દિવસ પહેલા સોની પરિવારે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પહેલા પુત્રનું અવસાન થયું હતું ત્યાર બાદ માતાનું અવસાન થયું હતું.

રાજકોટ: શહેરમાં થોડા દિવસ પહેલા સોની પરિવારે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પહેલા પુત્રનું અવસાન થયું હતું ત્યાર બાદ માતાનું અવસાન થયું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે, પિતાએ પણ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. વ્યાજખોરોએ આખેઆખો પરિવાર વેરવિખેર કરી નાખ્યો છે. એક સાથે ત્રણે ઝેરી દવા ગટગટાવી આપઘાતની કોશીશ કરી હતી. તો બીજી તરફ 4 પૈકી 2 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. રાજકોટમાં સોની પરિવારમાં શોકનો માહોલ છે અને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.

સુરતમાં હિરાના કારીગરે કર્યો આપઘાત

સુરત: કાપોદ્રા માધવબાગ ખાતે યોગી જેમ્સના કારખાનાના ત્રીજા માળેથી કૂદી કારીગરે આપઘાત કરી લીધો છે. મૃતકના ભાઈ દ્વારા કારખાના માલિક અને બે મેનેજર સામે કાપોદ્રા મથકમા દુષ્પ્રેણાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હીરાના પેકેટની ચોરીનો ખોટો આરોપ મૂકી કારીગરોની હાજરીમાં કપડાં કઢાવી અત્યાચાર કર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકના ડેબીટ કાર્ડ તેમજ પિન નંબર મેળવી દબાણ કરી કોરા કાગળ ઉપર કંઇક લખાણ કરાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. માલિક અને મેનેજર દ્વારા સમાજમાં ખોટી રીતે બદનામ કરવાની ઘમકી આપતા કારીગરે આપઘાત કર્યો હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ છે.

લ્યો બોલો! સુરંગ ખોદી ચોરે આખે આખું રેલવેનું એન્જિન ચોરી લીધું ને વેચીયે માર્યું

બિહારમાં ચોરોની એક ગેંગે એક એવા કાંડને અંજામ આપ્યો છે જેના વિષે સાંભળતા જ પગ નીચેથી જમીન જ સરકી જશે. રોહતાસમાં એક લોખંડનો 500 ટન વજનનો આખે આખો પુલ જ ચોરી ગયા બાદ આ ચોર ગેંગે રેલવેનું આખે આખું એન્જિન જ ચોરી લીધું છે. એટલુ ઓછું હોય તેમ આ ચોરેલા એન્જીનને વેચી પણ માર્યું છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે મુઝફ્ફરપુરમાં કબાડીની એક દુકાનમાંથી જપ્ત કરવામાં આવેલી અનેક થેલીઓમાંથી એન્જિનના પાર્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ચોરોએ રેલવેનું એન્જિન ચોરવા માટે મસમોટી સુરંગ જ ખોદી નાખી હતી. 

આ અંગે પ્રથમ માહિતી ત્યારે મળી હતી જ્યારે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને મુઝફ્ફરપુરની પ્રભાત કોલોનીમાં સ્થિત એક ભંગારના ગોડાઉનમાંથી એન્જિનના પાર્ટસ ભરેલી 13 બોરીઓ મળી આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે, અમને યાર્ડની નજીક એક ટનલ મળી હતી, જેના દ્વારા ચોર આવતા હતા અને એન્જિનના પાર્ટ્સની ચોરી કરતા હતા અને તેને થેલીઓમાં લઈ જતા હતા. આ આખા ઘટનાક્રમ વિશે તેમને ખબર પણ નહોતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp AsmitaUSA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગાGujarat Weathe:ભારે પવન ફુંકાતા ઠુંઠવાયું ગુજરાત, રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 10 ડિગ્રીની નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Embed widget