શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી 3 લોકોના થયા મોત, જાણો વિગત
રાજકોટના 70 વર્ષીય વૃધ્ધ, વિંછીયાના 55 વર્ષીય વૃધ્ધ અને સુરેન્દ્રનગરના એક દર્દીનું રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયું છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટના 70 વર્ષીય વૃધ્ધ, વિંછીયાના 55 વર્ષીય વૃધ્ધ અને સુરેન્દ્રનગરના એક દર્દીનું રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયું છે.
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 14 દર્દીઓના મોત છે. આજે 441 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 40,115 પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 28183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન -3, અરવલ્લી-1, ગાંધીનગર-1, જામનગર-1, જુનાગઢ કોર્પોરેશન -1, મહેસાણા-1, સુરત -1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion