શોધખોળ કરો
Advertisement
કચ્છમાં મોરબીના પરિવારને નડ્યો અકસ્માત, મહેશ્વરી પરિવારના 3ના મોતથી અરેરાટી
આ અકસ્માતમાં મોરબી કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લજપતભાઈ મોતિભાઈ મહેશ્વીર અને જયંતિભાઈ (મહેસ્વરી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર) તથા જયંતીભાઈના પત્ની રેખાબેનના મૃત્યુ નિપજ્યા છે.
મોરબીઃ રાપર તાલુકાના કાનમેર પલાસવા વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના 3 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. વહેલી સવારે મોરબીના પરિવારને અકસ્માત નડ્યો હતો. કચ્છના ગોગદર -ધાણીથર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર ઉમેલી ટ્રક પાછળ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મોરબી કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લજપતભાઈ મોતિભાઈ મહેશ્વીર અને જયંતિભાઈ (મહેસ્વરી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર) તથા જયંતીભાઈના પત્ની રેખાબેનના મૃત્યુ નિપજ્યા છે. સ્વીફ્ટ જીજે 12 એ કે 1763માં બેસીને તમામ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. દીકરીના લગ્ન બાદ રાજસ્થાન માતાજીના દર્શન કરવા પરિવાર જતો હતો. અકસ્માતને પગલે કારનો બુકડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં આડેસર પોલીસ દોડી ગઈ હતી. વધુ તપાસ પી એસ આઈ વાય કે ગોહિલ ચલાવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement