શોધખોળ કરો

30 વીઘામાં સંમેલન, 100 વીઘામાં પાર્કિંગ, 2000થી વધુ સ્વયંસેવકો, આવી છે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની વ્યવસ્થા

સાંજે 5 વાગ્યે યોજાનારા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે. રતનપરમાં 30 વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

Kshatriya Samaj Mahasammelan: રાજકોટના રતનપર ગામમા આજે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાશે. રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માગ પર ક્ષત્રિયો અડગ છે. જેથી રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે.

સૌરાષ્ટ્રના અલગ અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી સંમેલનમાં યુવાનો પહોંચ્યા છે. સંમેલન સ્થળ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2000 કરતા વધારે સ્વયંસેવકો વ્યવસ્થામાં ગોઠવાયા છે. ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં જબરજસ્ત વ્યવસ્થાઓ જોવા મળી રહી છે. સાંજે 5:00 વાગ્યે ક્ષત્રિય મહા સંમેલન શરૂ થશે.ક્ષત્રિય સમાજની એક જ માંગ પરસોતમ રૂપાલા ની ઉમેદવારી રદ કરવામાં આવે.

સાંજે 5 વાગ્યે યોજાનારા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે. રતનપરમાં 30 વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ 100 વિઘા જમીનમાં પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો દાવો કરાયો છે.

સંમેલન સ્થળ પર મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તસવીરો છે. સંમેલનને લઈ રાજકોટના તમામ રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે 250થી વધુ પોલીસકર્મીઓ ક્ષત્રિયોના મહાસંમેલનને લઈ તહેનાત રહેશે.

ગઈકાલે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં  સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે છે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથએ  ક્ષત્રિય સમાજ અડગ છે.  અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું, સમગ્ર સંમેલનનો માત્ર એક જ અજેન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. હિંમતનગરમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા,વિજયસિંહ ચાવડા,મહીસાગર મહિલા પ્રમુખ નીરૂબા,અભીજીતસિંહ યુવા પ્રમુખ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ ખુમાણે  સ્પષ્ટતા કરી કે, કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે હોવાની વાત અર્ધસત્ય છે.કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે  છે તે પૂર્ણ સત્ય છે.તન,મન,ધનથી કાઠી ક્ષત્રિય સમાજના રાજવી રાજપૂતોની સાથે છે. રાજપૂત સમાજના સંમેલનને પ્રતાપ ખુમાણે કાઠી ક્ષત્રિય સમાજ વતિ ટેકો જાહેર કર્યો  છે.

અમરેલીના કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રતાપભાઈ ખુમાણે  સ્પષ્ટતા કરી કે, કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે હોવાની વાત અર્ધસત્ય છે.કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂતોની સાથે છે તે પૂર્ણ સત્ય છે. તન,મન,ધનથી કાઠી ક્ષત્રિય સમાજના રાજવી રાજપૂતોની સાથે છે. રાજપૂત સમાજના સંમેલનને પ્રતાપ ખુમાણે કાઠી ક્ષત્રિય સમાજ વતિ ટેકો જાહેર કર્યો  છે.

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget