શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લાની મુશ્કેલીમાં વધારો, કોરોનાના કેસો થયા 100ને પાર, જાણો વિગત
રાજકોટમાં આજે કોરોનાના 6 કેસ નોંધાતા કેસોની સંખ્યા 100ને પાર થી ગઈ છે. આજે રાજકોટ શહેર અને જિલ્લામાં 3-3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના વધુ એક જિલ્લામાં કોરોનાના કેસો 100ને પાર થયા છે. રાજકોટમાં આજે કોરોનાના 6 કેસ નોંધાતા કેસોની સંખ્યા 100ને પાર થી ગઈ છે. આજે રાજકોટ શહેર અને જિલ્લામાં 3-3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
રાજકોટ શહેરના અમીનમાર્ગ , પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કોટડાસંઘાણી તાલુકામાં 18 વર્ષીય યુવતી અને 24 વર્ષીય યુવક તેમજ જામવાડી ગોંડલમાં 18 વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટ શહેરના 83 અને ગ્રામ્યના 22 મળી રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક 105 ઉપર પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ ભાવનગરમાં છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 120 કેસ નોંધાયા છે. આ સિવાય ગીર સોમનાથમાં 44, જામનગરમાં 52, બોટાદમાં 58, જૂનાગઢમાં 27 અને સુરેન્દ્રનગરમાં 31 કેસ નોંધાયા છે. આ જિલ્લાને બાદ કરતાં અમરેલીમાં 8, દ્વારકામાં 12, મોરબી 3 અને પોરબંદરમાં 8 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement