શોધખોળ કરો

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ? જાણો વિગત

સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે સવારે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ફણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. રાજકોટમાં ધીમીધારે વરસાદ અવિરત પડી રહ્યો છે. અત્યાર સુધીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સારા વરસાદને લઈને શહેરીજનો ખુશ છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલાના બાઢડા પંથકમાં વરસાદ થયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢના માણાવદરમાં વરસાદનું આગમન થયું છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ પડતાં શહેરના રસ્તા પાણી પાણી થયા છે. પોરબદર જિલ્લાના બરડા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બરડા પંથકના ફટાણા,કુણવદર અને કેશવ માં વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢ તાલુકામાં મેઘ સવારી આવી પહોંચી છે. કેશોદ તાલુકામાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થયું છે. ગઈ કાલે મેઘરાજાની મેઘ સવારી બાદ આજે પણ મેઘરાજાનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે. ભાવનગર શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના વાઘાવાડી, ક્રેસન્ટ, નિલંમબાગ સર્કલ, જવેલ સર્કલ, મોતી તળાવ, કુંભરવાડા હાદાનગર, ચિત્રા ફુલસર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જામનગરમાં જોડીયાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. પીઠડ ગામે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ તાલુકાના ગામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વરસાદ પડી રહ્યો છે. ભાણવડમાં વરસાદનું આગમન થતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. વરસતા વરસાદમાં ભૂલકાઓ ન્હાવા નીકળ્યા હતા. ભાણવડમાં વરસાદ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget