શોધખોળ કરો

Rajkot News: રાજકોટમાં વંદે ભારત ટ્રેન સામે સેલ્ફી લેવા લાગ્યા ત્રણ યુવકો, ટ્રેનની ટક્કરથી બેનાં મોત

Rajkot News: રાજકોટની ગોંડલ ચોકડી નજીક હૃદયદ્રાવક ઘટના બની હતી. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના મોત થયા હતા.

Rajkot News:  રાજકોટની ગોંડલ ચોકડી નજીક હૃદયદ્રાવક ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના મોત થયા હતા. ભક્તિનગર અને રીબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વંદે ભારત ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવાની ફરજ પડી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.  જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું

ઘટનાને પગલે રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસની ટીમ પણ સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માત્ર એક અકસ્માત છે કે પછી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ હતો. ઘટનાસ્થળે પંચનામું અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે વેરાવળ-અમદાવાદ વંદે ભારત ટ્રેન પસાર થઈ રહી હતી. ત્રણ યુવાનો પોતાના મોબાઇલ ફોનથી ગ્રુપ સેલ્ફી લેવા માટે રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. અંતરનો અંદાજ ન આવતા ત્રણેય જણા ટ્રેનની અડફેટે આવ્યા હતા. 

ઘટનાના પ્રત્યક્ષ દર્શી કુલદીપ કોહરીએ કહ્યું હતું કે અમે સેલ્ફી લેતા હતા ત્યારે સામેથી અચાનક ટ્રેન આવી ગઈ હતી. અમે ચાર યુવાનો પાટા પર સેલ્ફી લેતા હતા. જેમાં હું બચી ગયો,બાકીના ત્રણ મિત્રો અડફેટે આવી ગયા હતા. સંદીપ કોહરી, સંદીપ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું જ્યારે કપિલ પટેલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્રણેય યુવકો ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને રાજકોટમાં ફેક્ટરી કામદાર તરીકે કામ કરતા હતા.અકસ્માત પછી ટ્રેનને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને લોકોને રેલવે ટ્રેક નજીક સેલ્ફી કે વીડિયો લેવાનું ટાળવા અપીલ કરી છે. ઘાયલ યુવક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા મૃતકોના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget