શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં બીજા શિક્ષકનો આપઘાત, જાણો વિગત
ગુજરાતમાં આર્થિક સંકડામણને કારણે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજકોટ અને નવસારીના યુવકનો આપઘાત
રાજકોટઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે લોકોના ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી રહી છે. સુરતમાં પણ કેટલાક રત્નકલાકારોએ ધંધો-રોજગાર બંધ થતાં આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે કોઈ શિક્ષકે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કર્યાની રાજ્યમાં બીજી ઘટના સામે આવી છે.
જેતપુરના ટાકુડીપરમાં રહેતા અને જૂનાગઢની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અતુલ મગનભાઈ ઠુમ્મર જૂનાગઢની જીનિયસ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેમણે આજે ખેતરમાં જઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. જેતપુર તાલુકા પોલીસે શરૂ તપાસ શરૂ કરી છે. શિક્ષકના પિતા અને પત્નીએ આર્થિક સંકડામણને લીધે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢની જીનિયસ સ્કૂલમાંથી ઘણા સમયથી પગાર મળતો ન હતો. ઘણા સમયથી માનસિક ટેંશનમાં રહેતા હતા.
આ ઉપરાંત ગત 28મી જુલાઇએ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામે રહેતા શિક્ષકે પણ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી લીધી હતી. વિપુલ ટંડેલ નામનો યુવક સુરતની ખાનગી શાળામાં ફરજ બજાવતો હતો. પરિવારનો આક્ષેપ છે કે, નોકરી છૂટી જતાં યુવક બેરોજગાર બન્યો હતો અને આ હતાશાના કારણે તેણે આ પગલું ભર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement