Unseasonal Rain: વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો, મોરબીમાં શરુ થયો વરસાદ
Unseasonal Rain Update: આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે. હજુ પણ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Background
Unseasonal Rain Update: આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે. હજુ પણ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો બીજી તરફ ખેતીમાં થેયલા નુકસાનને લઈને સરકારે રાહત પેકેજ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ
લુણાવાડા, સંતરામપુર, વીરપુર, બાલાસિનોર, ખાનપુર સહિત તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પડ્યો હતો કમોસમી વરસાદ. આજે સતત બીજા દિવસે પણ વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતામાં પડ્યા છે.





















