શોધખોળ કરો

રાજકોટઃ જન્મદિવસ પર CM રૂપાણીએ ભાજપના ક્યા દિગ્ગજ નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, જાણો વિગત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી તેમના વતન રાજકોટમાં કરી હતી

રાજકોટઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી તેમના વતન રાજકોટમાં કરી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી તમને પગે લાગ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીઢ નેતા વજુભાઈ વાળાના નિવાસ સ્થાને બંધ બારણે 25 મિનિટ સુધી બેઠક કરી હતી.

 દરમિયાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વજુભાઇ વાળાના રાજકોટ આવવાથી કાર્યકર્તાઓને વડીલની હુંફ મળશે. વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી.અલગ અલગ સ્વરૂપમાં વજુભાઇ પાર્ટીની સેવા કરતા જોવા મળશે.વિજયભાઇ સાથેની મુલાકાત બાદ વજુભાઇ વાળાએ વિજયભાઈ રૂપાણીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, વિજયભાઈ રૂપાણી નીડર નેતા છે.મેં એમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન જે જવાબદારી સોંપશે એ હું નિભાવીશ. કોઈનો મારે સફાયો નથી કરવો, મારે ભાજપને આગળ વધારવું છે. વિજયભાઇના નેતૃત્વમાં વિકાસના કામો થઇ રહ્યા છે. આજે કોઇ રાજકીય ચર્ચા થઇ નથી. રાજકીય ચર્ચા સંગઠન અને સરકાર બંન્ને સાથે મળીને કરતા હોય છે. હું કાર્યકર્તા છું,પાર્ટી જે કામ સોંપશે તે હું કરવા માટે તૈયાર છું.

બે દાયકા સુધી પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીની તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર ભીખુભાઈ દલસાણીયાને અચાનક કેમ દૂર કરાયા તેને લઈને ચાલતી અટકળો વચ્ચે વજુભાઈ વાળાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભીખુભાઈ દલસાણીયા સંઘ સાથે જોડાયેલા હતા આ સંજોગોમાં તેમને આ ભૂમિકામાંથી ખસેડી નવી કઈ ભૂમિકા આપવી તે પણ સંઘ નક્કી કરશે. રાજકોટ શહેર કૉંગ્રેસ અંગે પૂછાયેલા સવાલમાં વજુભાઇ વાળાએ કહ્યું કે, મારે કોઈનો સફાયો નથી કરવો. ભાજપને આગળ વધારવુ છે. પ્રધાનમંત્રીથી લઈને શેરી સુધીનો કાર્યકર બધા એક માળાના મણકા છે. જેનું જે સ્થાન હોય તે સ્થાન પર વફાદારીથી કામ કરે તે ભાજપની વિચારધારા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટCyber Crime: વ્હોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ, મધ્યપ્રદેશથી 1આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Embed widget