શોધખોળ કરો

Rajkot: ગોંડલમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી, શહેરમાં ભરાયા પાણી

Gondal Rain: ગોંડલમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ હતી. મકાનની દિવાલ કાર પર પડી હતી.

Gondal Rain: રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી  હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજકોટના ગોંડલમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ હતી. મકાનની દિવાલ કાર પર પડી હતી. ભારે વરસાદના કારણે ગોંડલના અલગ અલગ વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે.

ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલમાં ધોધમાર 3 ઈચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી થયા છે. અંડર પાસમાં કેડ સમાં પાણી ભરાયા છે. પાણી ભરાયેલ અંડરપાસમાં કાર ફસાઈ છે.  ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. ધોધમાર વરસાદના પગલે હાઇવે પર વાહન ચાલકો લાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબુર બન્યા છે. 

આગામી 24 કલાક કયાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ  ભારે વરસાદ રહેશે, કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદનો પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જામનગર, દ્વારકા ,સોમનાથ મોરબી રાજકોટ, પોરબંદરમાં અમરેલી,સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિત ભારે વરસાદની આગાહી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ,મહેસાણા,મોડાસા હિંમતનગર સહિત ભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને પણ  દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે બે દિવસ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.

Rajkot: ગોંડલમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી, શહેરમાં ભરાયા પાણી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું,  ધીમેધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મહેસાણા, જોટાણામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget