શોધખોળ કરો

RBI Clarification: રહસ્યમય રીતે 88,000 કરોડની 500 રૂપિયાની નોટો ગાયબ! જાણો શું કહ્યું RBIએ..

RBI Clarification: ભારતીય રિઝર્વ બેંકે સિસ્ટમમાંથી રૂ. 500ની નોટ ગાયબ થઈ જવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. જાણો દેશની કેન્દ્રીય બેંક દ્વારા શું સ્પષ્ટતા આપવામાં આવી છે.

RBI Clarification on 500 Rupees Notes: દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે બજારમાંથી 500 રૂપિયાની નોટ ગાયબ થઈ જવાના અહેવાલોને નકારી કાઢ્યા છે અને આ અંગે સ્પષ્ટતા જારી કરી છે. આરબીઆઈએ ગત રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા કહ્યું હતું કે તેની સિસ્ટમમાંથી 88,032.5 કરોડ રૂપિયા ગુમ થયાના સમાચાર ખોટા છે. આરટીઆઈથી મળેલી માહિતીના ખોટા અર્થઘટનને કારણે આવું થયું છે. આરબીઆઈએ કહ્યું કે દેશના ત્રણ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 500 રૂપિયાની નોટો અંગે આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

ગઈકાલે 500 રૂપિયાની નોટો ગુમ થવાના આવ્યા હતા સમાચાર

ગઈકાલે અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે મનોરંજન રોયે માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને તેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે નવી ડિઝાઈનવાળી 500 રૂપિયાની લાખો નોટો ગુમ થઈ ગઈ છે, તેની કિંમત 88,032.5 કરોડ રૂપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના ત્રણ પ્રિન્ટિંગ પ્રેસે મળીને નવી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 8810.65 કરોડ નોટો છાપી હતી પરંતુ રિઝર્વ બેંકને તેમાંથી માત્ર 726 કરોડ નોટો જ મળી હતી. કુલ મળીને રૂ. 500ની 1760.65 કરોડ નોટો ગુમ થઇ છે, જેની કિંમત રૂ. 88,032.5 કરોડ છે.

આ મામલે RBIએ શું કહ્યું? 

ભારતીય રિઝર્વ બેંકે તેની પ્રેસ રિલીઝ અને ટ્વિટર પરની પોસ્ટમાં કહ્યું છે કે આરબીઆઈને માહિતી મળી છે કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સિસ્ટમમાંથી 500 રૂપિયાની નોટ ગાયબ થઈ જવાના સમાચાર ખોટા છે. પ્રિન્ટિંગ પ્રેસમાંથી મળેલી માહિતીમાં ગેરસમજ થઈ છે અને એ જાણવું જરૂરી છે કે પ્રિન્ટિંગ પ્રેસમાં જે પણ નોટો છપાય છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બેંક નોટોના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ પર આરબીઆઈ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે દેખરેખ રાખવામાં આવે છે અને આ માટે એક મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બધા લોકોએ ફક્ત આરબીઆઇના અહેવાલ પર વિશ્વાસ રાખવો: ચીફ જનરલ મેનેજર, RBI

આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં બેંકના ચીફ જનરલ મેનેજર યોગેશ્વર દયાલ વતી લખવામાં આવ્યું છે કે આવી કોઈપણ માહિતી માટે બધાએ ફક્ત આરબીઆઈ દ્વારા પ્રકાશિત માહિતી પર આધાર રાખવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget