શોધખોળ કરો
Advertisement
'દિલ્લીમાં 18 જૂનથી રાષ્ટ્રપતિ શાસન અને એક મહિનાનું લોકડાઉન લદાશે', આ વાયરલ મેસેજ વિશે મોદી સરકારે કરી સ્પષ્ટતા
ભારત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે, આ દાવો સાવ ખોટો અને આધારહીન છે તેથી કોઈએ તેના પર વિશ્વાસ કરવો નહીં.
દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે ફરી લોકડાઉન લદાશે એવા મેસેજ વાયરલ થયા છે. આ વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે, દિલ્લીમાં 18 જૂનથી 4 અઠવાડિયાં માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે અને આ વખતે લોકડાઉન બહુ આકરું હશે. નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર)માં આ લોકડાઉન લદાશે એવો દાવો ગૃહ મંત્રાલયનાં સૂત્રોથી કરાયો છે.
જો કે ભારત સરકારે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે, આ દાવો સાવ ખોટો અને આધારહીન છે તેથી કોઈએ તેના પર વિશ્વાસ કરવો નહીં.
ભારત સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ મેસેજની તસવીર મૂકીને તે નહીં માનવા લોકોને અપીલ કરાઈ છે. આ મેસેજમાં એવો દાવો પણ કરાયો છે કે, ગૃહ મંત્રાલયનાં સૂત્રોએ એઐ વાતને સમર્થન આપ્યું છે કે, દિલ્લીમાં 18 જૂનથી 4 અઠવાડિયાં માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે અને રાષ્ટ્રપતિશાસન પણ લાદી દેવામાં આવશે. આ વખતે લોકડાઉન બહુ આકરું હશે. નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર)માં કોઈને બહાર નહીં જવા દેવાય. આ મેસેજમા લોકોને લોકડાઉ લદાય એ પહેલાં જરૂરી કામો કરી લેવા વિનંતી કરાઈ છે. આ લોકડાઉન લદાશે એવો દાવો ગૃહ મંત્રાલયનાં સૂત્રોથી કરાયો છે.
Claim: A message on Facebook claiming strict #Lockdown from 18th June. #PIBFactCheck: It's #Fake. There is no such plan under consideration. Please beware of rumour mongers. pic.twitter.com/NqSXOpy9n9
— PIB Fact Check (@PIBFactCheck) June 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement