રશિયા- યૂક્રેનના યુદ્ધે ખોલી સરપંચની પોલ, જાણો હરદોઈની આ વૈશાલીની શું છે દિલચશ્પ કહાણી
હરદોઈની વૈશાલી યાદવ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન તેના વીડિયોને લઈને ચર્ચામાં છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જે તે મેડિકલ સ્ટૂડન્ટ છે અને યુક્રેનમાં ફસાઇ ગઇ હોવાનું કહી રહી છે. તે ભારત સરકારને સ્વદેશ પરત ફરવા મદદ માટે અપીલ કરી રહી છે. જો કે આ વૈશાલી વિદ્યાર્થી નહીં પરંતુ હરદોઇની સરપંચ હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો જાણીએ..
હરદોઈની વૈશાલી યાદવ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન તેના વીડિયોને લઈને ચર્ચામાં છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જે તે મેડિકલ સ્ટૂડન્ટ છે અને યુક્રેનમાં ફસાઇ ગઇ હોવાનું કહી રહી છે. તે ભારત સરકારને સ્વદેશ પરત ફરવા મદદ માટે અપીલ કરી રહી છે. જો કે આ વૈશાલી વિદ્યાર્થી નહીં પરંતુ હરદોઇની સરપંચ હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો જાણીએ..
વૈશાલીના પિતા નેતા મહેન્દ્ર સિંહ યાદવ સમાજવાદી પાર્ટીના નેતા છે. તેમની દીકરી વૈશાલીએ . એપ્રિલ 2021 માં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને સરપંચની ચૂંટણી જિત્યા બાદ તે હરદોઇમાં મેડિકલનો અભ્યાસ કરવા જતી રહી અને આ ઘટનાની કોઇને ખબર શુદ્દા નથી. વૈશાલીનો વિડિયો સામે આવતા
જિલ્લા વહીવટીતંત્રની તપાસમાં જાણવા મળ્યું કે વૈશાલી ગામમાં નહીં પરંતુ યુક્રેનમાં છે અને બુધવારે તે રોમાનિયા પહોંચી અને ત્યાંથી ભારત આવી રહી છે.ગામની સરપંચ કોઇ પણ પ્રકારની જાણ વિના જ યુક્રેનનાં અભ્યાસ કરી રહી છે. તે વાતનો પર્દાફાશ થતાં વહીવટી સ્ટાફ પણ સતર્ક બન્યો હતો. જિલ્લા પંચાયત રાજ અધિકારી ગિરીશ ચંદ્રાએ સહાયક વિકાસ અધિકારી પંચાયત રજનીકાંત અને ગ્રામ વિકાસ અધિકારી ગૌરવ મિશ્રાને નોટિસ પાઠવી છે. આ સિવાય વૈશાલી પાસેથી જવાબ મંગવામાં આવ્યો છે કે, તેઓ સરપંચ હોવાની સાથે કોઇને જાણ કર્યાં વિના કેવી રીતે બહાર અભ્યાસ માટે જઇ શકે છે. ગામમાં વિકાસના કામો કોણે કર્યા અને કેટલા પૈસા ઉપાડ્યા વગેરેનો જવાબ માંગવામાં આવ્યો છે.. ડીપીઆરઓએ કહ્યું કે વૈશાલી દેશની બહાર છે, તેથી તેને નોટિસ ન આપીને ગ્રામ પંચાયત અધિકારી અને એડીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
વૈશાલી યાદવે બુધવારે પોતાનો બીજો વિડીયો રીલીઝ કર્યો. તેણે પોતાના વીડિયોને રાજકીય મુદ્દો ન બનાવવા અપીલ કરી છે. પહેલા વિડિયોમાં પણ તેણે સરકારને વિદ્યાર્થીઓને ત્યાંથી હટાવવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે, યૂક્રેનમાં કોઈ પણ ફસાઈ શકે છે જેમ તે ફસાઈ ગઈ છે.
શું છે નિયમ
ડીપી આરઓ ગિરીશ ચંદ્રે જણાવ્યું કે, વિદેશથી ધનરાશિ વિથડ્રો કરવી નાણાકિય અનિયમિતામાં આવે છે. ડિજિટલ સાઇનથી પણ વિદેશથી ધનરાશિ ન વિથડ્રો કરી શકાય.તેના સ્થાને જો કોઇ બીજું હસ્તાક્ષર કરે તો તે પણ ગલત છે. સરપંચને સતત બેઠકોમાં હાજર રહેવું પડે છે. સતત ત્રણ બેઠકમાં ગેરહાજર રહેવું પણ નિયમોનું ઉલ્લંઘન છે. નિયમ મુજબ પરવાનગી લઇને જ સરપંચ છ મહિના સુધી મતવિસ્તારની બહાર રહી શકે છે.