Kerala Landslides: વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન,24નાં કરૂણ મોત, 100થી વધુ દટાયા, PM મોદીએ કર્યો ફોન
Wayanad Landslides: વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન બાદ વાયુસેનાના બે હેલિકોપ્ટર બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
Kerala Landslide News: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે, જેમાં સેંકડો લોકો દટાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના મંગળવારે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કાઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે 24 લોકોના મોત થયા છે. જોકે, એક બાળક સહિત આઠ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ભૂસ્ખલનમાં ઘાયલ 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભૂસ્ખલન મુંડક્કાઈ ટાઉનમાં સવારે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ દરમિયાન થયો હતો. મુંડક્કાઈમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ હતી જ્યારે સવારે લગભગ 4 વાગ્યે ચુરલ માલામાં એક શાળાની નજીક બીજું ભૂસ્ખલન થયુંય. કેમ્પ તરીકે ચાલતી શાળા અને આસપાસના મકાનો અને દુકાનોમાં ભૂસ્ખલનના કારણે પાણી અને કાદવ ભરાઈ ગયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
હેલ્પલાઇન નંબર જાહેર
કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ જણાવ્યું છે કે, હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. CMOએ કહ્યું, "વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કરવામાં આવ્યા છે. એરફોર્સના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH રવાના થયા છે.
ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ
સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે, દર્દીઓની સારવાર માટે તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું, "વાયનાડમાં ભૂસ્ખલન પછી, ઇમરન્જસી આરોગ્ય સુવિધાઓ માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. વૈથીરી, કલપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલો સહિતની તમામ હોસ્પિટલો દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમામ આરોગ્ય સુવિધાઓ રાત્રે જ કાર્યરત કરવામાં આવી છે." વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવશે."
કેરળના મંત્રીઓ વાયનાડ પહોંચી રહ્યા છેઃ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન
મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું છે કે, ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને તમામ સરકારી એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે અને રાજ્યના મંત્રીઓ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા વાયનાડ પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે, વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન અને વરસાદને કારણે સર્જાયેલી આફતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ (નેશનલ હેલ્થ મિશન) એ કંટ્રોલ રૂમ ખોલ્યો છે.
કેરળમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
હવામાન વિભાગે પણ કેરળમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા, વરસાદની શક્યતા છે. વાયનાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી શકે છે.
PM મોદીએ સહાય રકમની કરી જાહેરાત, ભૂસ્ખલન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વળતરની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, "વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે, જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમની જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. યુદ્ધના ધોરમે તમામ અસરગ્રસ્ત લોકોને મદદ મળે તેવી પ્રયાસ કરવાામાં આવ્યાં છે. ." ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.
પીએમ મોદીએ સહાય રકમન પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, "વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને વળતર તરીકે 50,000 રૂપિયા મળશે."