શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શિવસેનાના સાંસદ સંજય રાઉતનો દાવો કહ્યું, - શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન
શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાર્ટી શિવસેના પાસે હાલમાં 170 ધારાસભ્યોનું સમર્થન છે.
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાના 10 દિવસ છતાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર રચવાને લઈ ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાર્ટી શિવસેના પાસે હાલમાં 170 ધારાસભ્યોનું સમર્થન છે. સંજય રાઉતે કહ્યુ, આ સંખ્યા 175ને પણ પાર કરી શકે છે. રાઉતે કહ્યું આ વખતે મહારાષ્ટ્રમાં શિવસેનાના જ મુખ્યમંત્રી હશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને સરકારમાં 50-50ની ફોર્મ્યૂલાની માંગ કરી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જ સ્પષ્ટ કર્યુ છે કે શિવસેના સાથે આવો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. આ ચૂંટણીમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ 56 અને ભાજપે 105 બેઠકો પર જીત મેળવી છે. બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે.Shiv Sena leader Sanjay Raut: We have more than 170 MLAs supporting us, the figure can even reach 175. #MaharashtraAssemblyPolls pic.twitter.com/QJkNuiV9kk
— ANI (@ANI) November 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
મહિલા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion