Viral: સ્કૂલમાં વિદ્યાર્થીઓએ કરી આવી હરકત, ક્લાસરૂમમાં ફ્રી બેઠેલા વિદ્યાર્થીઓ કરાવી દીધા લગ્ન, જુઓ વીડિયો
આ વીડિયોમાં જોવા મળે છે કે, ક્લાસરૂમમાં જ એક મંચ બનાવવામાં આવ્યો હતો, જેમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવામાં આવે છે.
Viral:કલાસરૂમમાં ફ્રી બેઠેલા વિદ્યાર્થીઓને શું ગમ્મત સુઝી કે, વિદ્યાર્થીઓએ ક્લાસ રૂમમાં જ લગ્નનો મંચ બનાવીને હિન્દુ રિતરિવાજ મુજબ લગ્ન કરાવ્યાં. આ વીડિયો જોઇએ આપ આપનું હસવાનુ રોકી નહી શકો.
સોશિયલ મીડિયા પર રીલના વધતા ક્રેઝને કારણે લોકોમાં ક્રિએટિવિટી પણ વધી છે. સોશિયલ મીડિયા પર લોકો રોજ નવા નવા વીડિયો મૂકે છે. પછી ઘણા વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ઝડપથી ફેલાઈ જાય છે અને કોન્ટેન્ટ વાયરલ થઇ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થયો છે. જેમાં શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ સાથે મળીને તેમની જબરદસ્ત મસ્તી કરતા જોવા મળે છે. જો કે તેમાં તેમને ક્રિએટિવિટી પણ બતાવી છે.
વર્ગખંડમાં લગ્ન કર્યાનો ફનિ વિડીયો
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફની વીડિયોને જોઈને તમે હસવું રોકી નહીં શકો. આ વીડિયો માટે, ક્લાસરૂમમાં જ એક મંચ બનાવવામાં આવ્યો છે, જેમાં ફની રીતે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવે છે. જેમાં જોવા મળે છે કે સ્કૂલ ડ્રેસમાં પહેલા ચાર વિદ્યાર્થીઓ કન્યાના ગેટઅપમાં છોકરાને સ્ટેજ પર લઈ જઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓએ બે ખુરશીઓ સાથે રાખીને એક સ્ટેજ બનાવ્યું. જેના પર એક વિદ્યાર્થી પહેલેથી જ વરની જેમ ઊભો રહે છે. જેવી દુલ્હન ત્યાં આવે છે, વરરાજાના વેશમાં સજ્જ યુવક તેનો હાથ પકડીને તેને સ્ટેજ પર ઓફર કરે છે અને દુપટ્ટાની બનાવેલી માળે એકબીજાને પહેરે છે, ત્યારબાદ ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓ તાળીઓ પાડવા લાગે છે.
આ વીડિયોને કરોડો લોકો જોઇ ચૂક્યા છે
એટલું જ નહીં, વીડિયોમાં આગળ જોવા મળે છે કે ત્યાં હાજર કેટલાક વિદ્યાર્થીઓ વર વધુને આશીર્વાદ પણ આપે છે. આ પછી વર-કન્યાનું ગઠબંધન થયું અને બંને ખુરશીમાં વારાફરતી બેસી ગયા. ત્યારબાદ બંનેને ભેટ આપીને વિદાય સમારંભ કરવામાં આવે છે. વિદાય દરમિયાન ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓ રડતા જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4.4 મિલિયનથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 47.5 મિલિયન લોકો જોઈ ચૂક્યાં છે.