શોધખોળ કરો

Chennai: આખરે, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને કેમ વેચવું પડ્યું પોતાનું પૈતૃક મકાન, પિતા થયા ભાવુક

પિચાઈનું પૈતૃક ઘર તમિલ અભિનેતાએ ખરીદ્યું છે. આ ઘર કેટલા પૈસામાં વેચાયું હતું, આ માહિતી હજુ સામે આવી નથી. પરંતુ આ ઘર વેચતી વખતે સુંદર પિચાઈના પિતા ચોક્કસપણે ઉદાસ દેખાતા હતા અને ભાવુક થઇ ગયા હતા.

Chennai:પિચાઈનું પૈતૃક ઘર તમિલ અભિનેતાએ ખરીદ્યું છે. આ ઘર કેટલા પૈસામાં વેચાયું હતું, આ માહિતી હજુ સામે આવી નથી. પરંતુ આ ઘર વેચતી વખતે સુંદર પિચાઈના પિતા ચોક્કસપણે ઉદાસ દેખાતા હતા અને ભાવુક થઇ ગયા હતા.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ બાળપણથી લઈને યુવાની જ્યાં વિતાવી હતી તે ઘર વેચાઈ ગયું છે. આ ઘર ચેન્નઈના અશોક નગરના રહેણાંક વિસ્તારમાં આવેલું છે. જ્યારે મિલકતના દસ્તાવેજ  ખરીદનારને સોંપવામાં આવ્યા ત્યારે તેમના પિતા  આંસુ રોકી શકયા  ન હતા અને તેમના પિતા રડી પડ્યા હતા

એક અહેવાલ અનુસાર, પિચાઈનું પૈતૃક ઘર તમિલ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક સી મણિકંદને ખરીદ્યું છે. આ ઘર કેટલા પૈસામાં વેચાયું હતું, આ માહિતી હજુ સામે આવી નથી. પરંતુ આ ઘર વેચતી વખતે સુંદર પિચાઈના પિતા ચોક્કસપણે ઉદાસ દેખાતા હતા.

ઘર ચેન્નઈના રહેણાંક વિસ્તારમાં છે

સુંદર પિચાઈનું આ ઘર ચેન્નઈના રહેણાંક વિસ્તાર અશોક નગરમાં છે. સીઈઓ સુંદર પિચાઈ હાલમાં યુએસમાં રહે છે. જો કે, તેમનું પૈતૃક ઘર ચેન્નાઈના રહેણાંક વિસ્તાર અશોક નગરમાં હતું, જ્યાં તેઓ 20 વર્ષની ઉંમર સુધી રહેતા હતા. તેનો ઉછેર આ ઘરમાં થયો હતો. તેઓ 1989માં એન્જિનિયરિંગ કરવા માટે IIT ખડગપુર ગયા હતા. આ પછી તેને નોકરી મળી અને થોડા વર્ષો પછી તે અમેરિકા ગયા. પિચાઈએ 20 વર્ષની ઉંમર સુધી આ ઘરમાં સમય વિતાવ્યો છે. છેલ્લી વખત તે ઓક્ટોબર 2021માં ચેન્નાઈ આવ્યો હતા. હવે તે તેના માતાપિતા સાથે અમેરિકામાં રહે છે.

ખરીદવામાં 4 મહિના લાગ્યા

અહેવાલ મુજબ, જ્યારે મણિકંદને સાંભળ્યું કે, પિચાઈનું ઘર વેચાણ માટે છે, ત્યારે તેણે તરત જ તેને ખરીદવાનું મન બનાવી લીધું. જોકે, તેને ખરીદવામાં તેમને 4 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. તેનું કારણ એ હતું કે સુંદર પિચાઈના પિતા આરએસ પિચાઈ અમેરિકામાં રહે છે. આ પછી મણિકંદને સુંદર પિચાઈના પિતા સાથે ફોન પર વાત કરી હતી. ડીલ ફાઈનલ થયા બાદ આરએસ પિચાઈ ભારત આવ્યા અને મણિકંદનને મળ્યા.

મણિંક Google CEO સુંદર પિચાઈના માતા-પિતાની નમ્રતાથી પ્રભાવિત થયા હતા  છે. તેઓ તેમના  વખાણ કરતાં થાકતો નથી. મણિકંદને જણાવ્યું કે, સુંદર પિચાઈની માતાએ જાતે જ ફિલ્ટર કોફી બનાવી હતી. પિચાઈના પિતાએ તેમને પહેલી જ બેઠકમાં દસ્તાવેજો સોંપી દીધા  હતા. આટલું જ નહીં, મણિકંદને કહ્યું કે જ્યારે તેને ઘરની નોંધણી કરાવવા માટે નિશ્ચિત સમયે ઓફિસ પહોંચવાનું હતું ત્યારે પણ તેઓ નિશ્ચિત સમયે ન પહોંચી શકતા  ગૂગલના સીઈઓના પિતાને રાહ જોવી પડી હતી. જો કે તેમને આ માટે કોઇ નારાજગી પણ વ્યક્ત ન હતી કરી.

પિચાઈએ ઘણા અમૂલ્ય વર્ષો વિતાવ્યા

મણિકંદને જણાવ્યું કે, જ્યારે પિચાઈના પિતા તેમને ઘરના કાગળો આપી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. આ તેની પ્રથમ મિલકત હતી. આમાં તેમના પરિવારના ઘણા અમૂલ્ય વર્ષો વીતી ગયા. તેમની આ મિલકત પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો.. મણિકંદને વધુમાં કહ્યું કે મેં તેમને સમજાવ્યું કે સુંદર પિચાઈએ દેશનું નામ ઘણું ઊંચું કર્યું છે. એટલા માટે હું આ ઘર તેમના માટે સ્મારક  તરીકે રાખીશ અને તે જ્યારે ઇચ્છે ત્યારે તેને જોવા આવી શકે છે., સુંદર પિચાઈના પાડોશીઓનું કહેવું છે કે જ્યારે સુંદર પિચાઈ ડિસેમ્બરમાં ચેન્નાઈ ગયા હતા ત્યારે તેમણે સુરક્ષા ગાર્ડને કેટલીક રોકડ અને ઘરવપરાશની વસ્તુઓ આપી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget