Honorary Knighthood અવોર્ડ મેળવનાર પહેલા ભારતીય બન્યા સુનિલ ભારતી મિત્તલ, કિંગ ચાર્લ્સ III કર્યો સન્માનિત
સુનિલ ભારતી મિત્તલને કિંગ ચાર્લ્સ તૃતિયાએ બ્રિટિશ સામ્રાજ્યના સોથી મોટા અવોર્ડ માનદ નાઇટહૂડથી સમ્માનિત કર્યાં છે. તે આ અવોર્ડ પ્રાપ્ત કરનાર પહેલા ભારતીય બન્યા છે.
લંડન: ભારતી એન્ટરપ્રાઇઝેસના સંસ્થાપક અને અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલને બુધવારે બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા તેમના સૌથી મોટા અવોર્ડ માનદ નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સીલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ અમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુનીલ ભારતી મિત્તલ આ અવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય નાગરિક બની ગયા છે. તેમણએ આ અવોર્ડ કિંગ ચાર્લ્સ તૃતિયાએ આ અવોર્ડ ભારત –બ્રિટેન વ્યાપારિક સંબંધોને આગળ વધારવાના યોગદાન માટે અપાવામાં આવ્યો છે.
નવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે ભારત
અવોર્ડની જાહેરાત થયા બાદ પ્રતિક્રિયા આપતા સુનીલ મિત્તલે જણાવ્યું કે, “હું મહામહમ કિંગ ચાર્લ્સથી મળેલી ગરિમામયી માન્યતાથી ખૂબજ કૃતજ્ઞ છું. યૂકે અને ભારતના સંબંધ ઐતિહાસિક છે. આપસી સહયોગમાં આ સંબંધ નવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છે. હું મારા બંને મહાન દેશોની વચ્ચે આર્થિક દ્વપક્ષિય વ્યાપાર સંબંધોને મજબૂત કરવાની દિશામાં કામ કરતો રહીશ. હું આ સન્માન માટે યૂકેની સરકારનો અભાર માનું છું. યૂકેની સરકાર વ્યાપારની જરૂરિયાતો પર ધ્યાન આપી રહી છે. સરકારથી સમર્થન મળી રહ્યું છે, તેના કારણે રોકાણકાર આકર્ષિત થઇ રહ્યાં છે.”
2007માં સુનીલ ભારતી મિત્તલને મળ્યું હતું પદ્મમ ભૂષણ સમ્માન
ઉલ્લેખનિય છે કે. KBE બ્રિટેનમાં નાગરિકોને આપવામાં આવેલ સર્વોચ્ચ સમ્માનોમાંથી એક છે. વિદેશી નાગરિકોને માનદ્ કેબીઇ અવોર્ડ આપવામાં આવે છે. 2007માં સુનિલ ભારતી મિત્તલને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ ભૂષણ આપવામાં આવ્યું હતું.ગત વર્ષે ભારતની જી20 અધ્યક્ષતા દરમિયાન મિત્તલે આફ્રિકી આર્થિક એકીકરણ પર બી20 ઇન્ડિયા એક્શન કાઉંસિલના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. તેઓ ઇન્ટરનેશનલ ટેલી કોમ્યુનિકેશન યુનેસ્કો બ્રોડ બેન્ડ પંતના કમિશનર પણ છે.