'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?
મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા રાજ્યની છ મહિલા સિવિલ જજને બરતરફ કરવા પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે
મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા રાજ્યની છ મહિલા સિવિલ જજને બરતરફ કરવા પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મંગળવારે યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે મહિલા ન્યાયાધીશોની સેવાઓ સમાપ્ત કરવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, પુરુષોને માસિક ધર્મ આવે તો કદાચ તેઓ સમજી શકશે. કોર્ટે આ ટિપ્પણી મધ્યપ્રદેશ હાઈકોર્ટના બેદરકાર વલણ પર આડકતરી રીતે કરી છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં મહિલા ન્યાયાધીશોને બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો જ્યારે તેમની શારીરિક અને માનસિક સ્થિતિને યોગ્ય રીતે સમજી શકાઈ ન હતી.
If men menstruated, they'd understand: Supreme Court on Madhya Pradesh HC firing women judges
— Bar and Bench (@barandbench) December 3, 2024
Read full story: https://t.co/YJzXXt2ELI pic.twitter.com/hPEwSbqKjk
જસ્ટિસ નાગરત્નાએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, "જો મહિલાઓ માનસિક અને શારીરિક રીતે પીડાય છે તો તે કહેવું ખોટું છે કે તેઓ ધીમે ધીમે કામ કરી રહી છે અને તેમને ઘરે મોકલી દેવી જોઈએ. જો પુરુષ ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓ માટે પણ સમાન માપદંડ હોય તો અમે જોઇશું કે શું થાય છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે ન્યાયાધીશો પોતે માનસિક અને શારીરિક સમસ્યાઓથી પીડાતા હોય ત્યારે જિલ્લા અદાલતોમાં કેસોના નિકાલ માટે લક્ષ્ય નક્કી કરવું અયોગ્ય છે.
આ મામલાની આગામી સુનાવણી 12 ડિસેમ્બરે થશે. કોર્ટે મધ્યપ્રદેશ સરકારને કહ્યું હતું કે તે આ મહિલા ન્યાયાધીશોને બરતરફ કરવાના મામલામાં ફરીથી વિચાર કરે અને તેમના પર કડક નિર્ણય લે. જે છ જજોની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે તેમાં સરિતા ચૌધરી, પ્રિયા શર્મા, રચના અતુલકર જોશી, અદિતિ કુમાર શર્મા, સોનાક્ષી જોશી અને જ્યોતિ બરખાડેનો સમાવેશ થાય છે.
આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગયા જૂલાઈમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટને નિર્દેશ આપ્યા હતા કે તે મહિલા ન્યાયાધીશોની ફરીથી નોકરી પર લેવા અથવા આ મામલા પર ફરીથી વિચાર કરે.
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ