Gujarat Election: સુરત શહેર સહિત જિલ્લાની તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ, કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી: સુરત શહેર સહિત જિલ્લાની તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સુરત શહેર સહિત જિલ્લાની તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો ફાઇનલ થયા છે.
- સૌથી વધુ લીંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાને.
- સુરત શહેર માં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર.
- 155 ઓલપાડ વિધાનસભા બેઠક પર 15 ઉમેદવાર.
- 156 માંગરોળ બેઠક પર 5 ઉમેદવાર.
- 157 માંડવી બેઠક પર 7 ઉમેદવાર.
- 158 કામરેજ બેઠક પર 8 ઉમેદવાર.
- 159 સુરત પૂર્વ બેઠક પર 14 ઉમેદવાર.
- 160 સુરત ઉત્તર બેઠક પર 9 ઉમેદવાર.
- 161 વરાછા રોડ બેઠક પર 5 ઉમેદવાર.
- 162 કરંજ બેઠક પર 8 ઉમેદવાર.
- 163 લીંબાયત બેઠક પર 44 ઉમેદવાર.
- 164 ઉધના બેઠક પર 10 ઉમેદવાર.
- 165 મજુરા બેઠક પર 4 ઉમેદવાર.
- 166 કતારગામ બેઠક પર 8 ઉમેદવાર.
- 167 સુરત પશ્ચિમ બેઠક પર 10 ઉમેદવાર.
- 168 ચોર્યાસી બેઠક પર 13 ઉમેદવાર.
- 169 બારડોલી બેઠક પર 5 ઉમેદવાર.
- 170 મહુવા બેઠક પર 3 ઉમેદવારો.
જાણો સીઆર પાટીલે કોની સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી
ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમા તેમણે બળવાખોર નેતાઓને ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ઉમેદવારી પ્રક્રિયા સંપન્ન થઈ છે. કાલે એનું વેરિફિકેશન ત્યાર બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. 89 સીટોમાંથી 82 સીટ પર ભાજપના અગ્રણીઓ પ્રચાર અર્થે જશે. 18થી લઈને 20 તારીખ સુધી વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડાશે. કાલથી ઉમેદવારો માટે વિધિવત પ્રચાર શરૂ થશે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, 15 નેતાઓ કેન્દ્રમાંથી 46 સીટ પર પ્રચાર કરવા આવશે. લોકલ નેતાઓ 14 આગેવાન 36 સીટ પર જશે. સી.આર.પાટીલની પ્રેસમાં મોરબી મુદ્દો પણ ગાજયો હતો. મોરબીમાં હોનારતમાં કોઈ પાર્ટીના નેતા ન આવ્યા કે ના બચાવ કાર્યમાં ભાગ લીધો. ભાજપના લોકો એ જ બચાવ કાર્ય કર્યું. જે દોષી છે તેને સજા મળશે. તો બીજી તરફ તેમણે એવી પણ ચિમકી ઉચ્ચારી કે, જો ભાજપનો કાર્યકર અપક્ષ ઉમેદવારી કરશે તો પક્ષ પગલાં લેશે. આવા લોકોએ ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. આમ આદમી પાર્ટીના ગાયબ થઈને પ્રગટ થયેલા ઉમેદવાર વિશે પણ તેમણે ટિપ્પણી કરી. નાના બાળકને મા સાંભળી લે, તો પાર્ટીએ તેના ઉમેદવાર સાચવવા જોઈએ. આમ સીઆર પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.
બોર્ડર પર મોદી આગળ ઊભા રહી જાય તો ચાઇના પાછળ હટી જાય
મહેસાણાના ખેરાલુમાં સીઆર પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, મારે તો એવા કાર્યકર્તા જોઈએ છે કે સીટ જીતાડે. આ વિસ્તારમાં 30000 પેજ કમિટીના સદસ્ય છે. જ્યાં એક ઘરના 3 મત પડે તો 90000 મત પડે. દોઢ લાખ મતમાંથી 90000 મળે એટલે આપણી જીત નિશ્ચિત છે. પીએમએ વલસાડમાં કહેલું કે, હું ચુંટણી મારો રેકોર્ડ તોડવા જ લડી રહ્યો છું. આપણે પીએમને ખાતરી આપીએ કે આપણે બધા જ રેકોર્ડ તોડીશું.