શોધખોળ કરો

સુરતઃ 17 વર્ષની વિદ્યાર્થીનીને ક્યો નજીકનો સગો શારીરિક સંબંધ બાંધવા કરતો હતો દબાણ ? છોકરીએ શું કર્યું ?

સગા મામાનો દીકરો વિદ્યાર્થીનીને પોતાની સાથે શારીરિક સંબધ બાંધવા માટે દબાણ કરતો હતો અને વિદ્યાર્થીનીઓની ફ્રેન્ડ્સને સ્કૂલમાં જઈ ફોટો બતાવી દીધા હતા.

સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં 31 ડિસેમ્બરના રોજ ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘર નજીકની બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં સગા મામાનો દીકરો વિદ્યાર્થીનીને પોતાની સાથે શારીરિક સંબધ બાંધવા માટે દબાણ કરતો હતો અને વિદ્યાર્થીનીઓની ફ્રેન્ડ્સને સ્કૂલમાં જઈ ફોટો બતાવી દીધા હતા. આ કારણે બદનામી થવાના ડરથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થતાં ઉધના પોલીસે મામાના દિકરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની 17 વર્ષીય છોકરી સગરામપુરાની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તેણે 31 ડિસેમ્બર 2019ના રોજ પોતાના ઘર નજીકના બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. આ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ખુલાસો થયો હતો કે, આ વિદ્યાર્થીની વતન ગઈ હતી ત્યારે તેની આંખ મામાના દીકરા શહરેઆલમ ઉર્ફે સલમાન ગુલામ મુસ્તફા અન્સારી ( ઉ.વ.20 ) ( રહે. ગહેરપુર, જી.ભદેહી, ઉત્તરપ્રદેશ ) સાથે મળી ગઈ હતી. સલમાન સુરત આવતો ત્યારે વિદ્યાર્થીનીના ઘરે જ રોકાતો હતો. વિદ્યાર્થીની એક વખત સલમાનને પોતાની સ્કૂલે લઇ ગઈ હતી ત્યારે તેની ઓળખાણ પિતરાઈ ભાઈ તરીકે આપી હતી. જો કે, ત્યાર બાદ સલમાન છોકરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને એક વખત છોકરીની સ્કૂલે પહોંચી તેના છોકરી સાથેના ફોટા તેની ફ્રેન્ડ્સને બતાવતા બંનેન સંબંધનો ખુલાસો થયો હતો. છોકરીએ બદનામીની બીકે આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમાં ઉધના પોલીસે છોકરીના પિતાની ફરિયાદના આધારે સલમાન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ તપાસ પીએસઆઇ એમ.એન.પરમાર કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Embed widget