શોધખોળ કરો
Advertisement
સુરતના રાહુલરાજ મોલના સ્પામાંથી થાઈલેન્ડની 27 યુવતીઓની અટકાયત, જાણો વિગત
સ્પાની અંદર વર્ક પરમિટ વગર કામ કરતી થાઈલેન્ડની યુવતીઓ કામ કરી રહી છે તે માહિતીના આધારે રેડ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી યુવતીઓ મળી આવી
સુરત: સુરતમાં મોટા પ્રમાણમાં વિદેશી યુવતીઓ આવી ટુરિસ્ટ વિઝા પર આવી મોલમાં ચાલતા સ્પાની અંદર કામ કરતી હોય છે જેને લઈ સુરત પીસીબી દ્વારા રાત્રી સમયે રેડ કરતાં મોટા પ્રમાણમાં સ્પાની અંદર વિદેશી યુવતીઓ મળી આવતાં પોલીસે સ્પા સંચાલકોની ધરપકડ કરી હતી.
સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં રેડ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. સ્પાની અંદર વર્ક પરમિટ વગર કામ કરતી થાઈલેન્ડની યુવતીઓ કામ કરી રહી છે તે માહિતીના આધારે રેડ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી યુવતીઓ મળી આવી હતી અને પોલીસે 17 સ્પામાં રેડ પાડી જેમાંથી 27 યુવતીઓ મળી આવી જેથી પીસીબીએ યુવતીને છોડાવી સ્પા સંચાલકોની ધરપકડ કરી હતી.
સુરતનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઈ હોય તેવી પહેલી ઘટના છે. રાહુલરાજ મોલનાની વાત કરવામાં આવે તો બીજા માળે જતાંની સાથે એવું લાગે કે તમે થાઈલેન્ડમાં આવી ગયા હોય તેવો માહોલ જોવા મળે છે.
સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ સ્પા ચાલતા હોય તેવું અહીં સ્પષ્ટ થાય છે. હાલમાં તો 17 સ્પામાં રેડ પાડી હતી. જોકે હજુ ઘણાં સ્પા બંધ જોવા મળ્યાં હતાં. 7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 27 થાઈલેન્ડની યુવતીઓ મળી આવી હતી જેથી પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે. સાથો સાથ માલિકોને ભાગેડુ જાહેર કર્યાં છે.
વધુમાં વર્કમપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરવામાં આવશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164નું નિવેદન પણ લેવડાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement