શોધખોળ કરો

Surat Accident: સુરતમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત, લોકોએ બસમાં કરી તોડફોડ

Surat Accident: સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જ્યો છે.

Surat Accident: સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર BRTS બસે બાઈક પર જઈ રહેલા 9 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં 1નું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલે ખસેડવામાં આવેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

સુરતમાં BRTSની અડફેટે અનેક લોકો કચડાયા છે.  કતારગામમાં BRTS બસે 9થી વધુ વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા છે આમાં 3ની હાલત  ગંભીર હોવાની વાત સામે આવી છે. હાલમાં 7 લોકોને કિરણ હોસ્પિટલમાં અને એકને સ્મીમેરમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રફુલ પાનસેરિયા સાથે ફોન પર વાતચીત કરી છે. કતારગામના ગજેરા સર્કલ પાસે આ દુર્ઘટના ઘટી છે. તો બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે. ભીડને દૂર કરવા પોલીસની ટીમ પહોંચી છે. 

મેયર પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે તેવી માહિતી સામે આવી છે. મંત્રી પ્રફુલ પાનસેરિયા, સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર હાલમાં હોસ્પિટલે પહોંચ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી કાર્યક્રમ છોડીને હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનાસ્થળે સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ એમ્બ્યુલંસ બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

ઘાયલ થયેલા લોકોની યાદી

શૈલેષભાઈ વઘાસિયા  

યશ કેતનભાઈ પટેલ 

સંજયભાઈ સોમાભાઈ 

અંબાદાસ માહેલ 

પરેશ સંતાણી 

આકાશ પાટીલ

અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ કતારગામ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતા અને ભીડને દૂર કરી હતી. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોમાં BRTSના ડ્રાઈવર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં સીટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો...

Gujarat Corona: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, કુલ એક્ટિવ કેસનો આંક 44ને પાર, અમદાવાદમાં ટેસ્ટિંગ શરુ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget