શોધખોળ કરો
Advertisement
ભરૂચઃ બેકાબૂ ટ્રકે 3 બાઇકને ટક્કર મારતાં 4નાં મોતથી અરેરાટી, ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા
અકસ્માતમાં ચાર-ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ભરુચઃ નેત્રંગના ધાણીખૂંટ ગામ નજીક બેકાબુ ટ્રકે 3 બાઇકને ટક્કટર મારતા 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં ચાર-ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને પોલીસે ક્લિયર કરાવ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે નેત્રંગના ધાણીખૂંટ ગામ નજીક બેકાબુ ટ્રકે 3 બાઇકને અડફેટે લીધી હતી. જેમાં આ ચારેય લોકોના મોત થયા છે. સ્ટાઇલ્સ ભરેલી ટ્રક અકસ્માતમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રસ્તા પર પલટી મારી ગયેલી ટ્રકને ક્રેનની મદદથી રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion