શોધખોળ કરો
Advertisement
સુરતમાં 7 વર્ષીય બાળકીને લાગ્યો કોરોનાનો ચેપ, ફૂડ પેકેટ વિતરણ દરમ્યાન ચેપ લાગ્યાની શક્યતા
જે વર્ષીય બાળકીને કોરોનાને ચેપ લાગ્યો છે તેને વડોદ સ્થિત ગોકુલધામમાં રહેતી હતી.
સુરતઃ સુરતમાં પ્રથમ વખત 7 વર્ષીય બાળકીને કોરના વાયરસનો ચેપ લાગ્યો છે. સુરતમાં નાની ઉંમરની બાળકીનો આ પ્રથમ કેસ છે. આ સાથે જ સુરતમાં કુલ કોરોના દર્દીની સંખ્યા 140એ પહોંચી ગઈ છે. જ્યારે 5 લોકોના સુરત જિલ્લામાં મૃત્યુ થયા છે. જ્યારે 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જે વર્ષીય બાળકીને કોરોનાને ચેપ લાગ્યો છે તેને વડોદ સ્થિત ગોકુલધામમાં રહેતી હતી. બાળકીને શરદી, ખાંસી તથા પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં સારવાર કરાવવા ગઈ હતી. બાળકીને કોમ્યુનિટી ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝિટિવ આવ્યો છે.
કહેવાય છે કે, બાળકીને ફૂડ પેકેટ વિતરણ દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યાની શક્યતા છે. બાળકીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારના સભ્યોને કોરેન્ટાઈન કરાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2535 ટેસ્ટ થયા છે. જેમાંથી 170 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 622 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે વડોદરામાં કુલ 142 કેસ થયા છે અને સુરતમાં 140 કેસ છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23438 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1099 પોઝિટિવ આવ્યા છે જ્યારે 22339 નેગેટિવ આવ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 13 હજાર 835 પર પહોંચી ગઈ છે. જેમાંથી 452 લોકોનો કાતિલ કોરોનાએ ભોગ લીધો છે અને 1766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion