શોધખોળ કરો

Surat: સુરતમાં કોલેજીયન યુવતીએ હાથની નસ કાપી કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ જાણીને ચોંકી જશો

સુરત:  શહેરના પાંડેસરા વિસ્તારમાં ચહેરા ઉપર પીંપલ થતા વિદ્યાર્થિનીએ ફિનાઈલ પી નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં વિદ્યાર્થીનીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સુરત:  શહેરના પાંડેસરા વિસ્તારમાં ચહેરા ઉપર પીંપલ થતા વિદ્યાર્થિનીએ ફિનાઈલ પી નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં વિદ્યાર્થીનીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ચહેરા પર પીંપલ થતા હોવાથી વિદ્યાર્થિની હતાશ થઈ ગઈ હતી. તેમની ઉંમર 22 વર્ષની છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચહેરા પર ઈન્ફેક્શન હોવાથી યુવતી તણાવમાં રહેતી હતી. બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીના આ પગલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.  છેલ્લા 2 વર્ષથી તેને પીંપલ્સ અને ચહેરા પર ઈન્ફેક્શન હોવાની વાત સામે આવી છે. યુવતીએ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું અને ત્યાર બાદ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.

મૂર્તિ વિસર્જન કરતા વખતે પાણીમાં ડૂબી જવાથી યુવકોના મોત

 શ્રાવણ મહિનો શરૂ થતાં જ વ્રત અને તહેવારો શરૂ થાય છે. ઈશ્વરની આરાધના કર્યા બાદ મૂર્તિના વિસર્જન માટે માઈ ભક્તો તળાવ કે નદીમાં વિસર્જન કરવા જાય છે. જો કે, આ વિસર્જન દરમિયાન કેટલીક જગ્યાએ દુર્ઘટના સામે આવી છે. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. નદી કે તળાવમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરતા વખતે પાણીમાં ડૂબી જવાથી યુવકોના મોત થયા છે.

સંદેશર ગામે બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત

આણંદના સંદેશર ગામે દુર્ઘટના સામે આવી છે. દશામાંની મૂર્તિ વિસર્જન કરતા ઘટના બની હોવાની ચર્ચા છે. જ્યાં બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. મોડી રાત્રીએ આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. બંન્નેના પરિવારે ડેડ બોડીને પીએમ માટે મોકલવાનો ઇન્કાર કર્યો હતો આ ઉપરાંત પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કર્યો હતો. જો કે, મોતનું કારણ દશામાની મૂર્તિ વિસર્જન કરતા સમયે થયું કે આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

અમરાવતી નદીમાં 3 યુવાનો તણાયા

અંકલેશ્વરની અમરાવતી નદીમાં 3 યુવાનો તણાયા છે. જેમાં એક યુવાનનો બચાવ થયો છે જ્યારે  2 યુવાનો હજુ પણ લાપતા છે. દશા માની મૂર્તિના વિસર્જન દરમ્યાન  દુર્ઘટના સર્જાય હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે.

 ઘઉંવા નદીમાં યુવાન ડૂબ્યો

ઇડરના કડિયાદરા ગામની ઘઉંવા નદીમાં યુવાન ડૂબ્યો છે. કડિયાદરા ગામનો કમલેશ નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયો હતો. આ દરમિયાન પાણીમાં ડૂબ્યો છે. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે મૃતક કમલેશના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત

પંચમહાલના મોરવાહડફનાં સુલિયાત ગામના સિંચાઈ તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. પંકજ બાબુ ડાંગી નામનાં યુવકનુ ડૂબી જવાથી મોત થયું છે.  દશામાની મુર્તિ તળાવમાં પધરાવવા માંટે જતાં ઘટના બની હોવાનું આવ્યું સામે આવ્યું છે. સ્થાનિક તળવૈયાની મદદ લઈ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget