શોધખોળ કરો

Surat: સુરતમાં 4 વર્ષના બાળકને મધમાખીઓએ માર્યા ડંખ, માતા-પિતાની ગેરહાજરીમાં 10 વર્ષના મોટા ભાઈએ પહોંચાડ્યો હોસ્પિટલે

સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કહેવાય છે ને કે જવાબદારી માણસને ઉંમરલાયક બનાવી દે છે. કઈંક આવું જ બન્યું છે સુરતમાં. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરતમાં એક બાળકને મધમાખીએ ડંખ મારતા ઘાયલ થયો.

સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કહેવાય છે ને કે જવાબદારી માણસને ઉંમરલાયક બનાવી દે છે. કઈંક આવું જ બન્યું છે સુરતમાં. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરતમાં એક બાળકને મધમાખીએ ડંખ મારતા તે ઘાયલ થયો હતો. ચાર વર્ષના બાળકના મોઢા પર મધમાખીનું ઝુંડ તૂટી પડયું હતું. તો બીજી તરફ 
આ બાળકના માતા-પિતા ઘરે ન હોવાથી ઇજાગ્રસ્ત માસૂમ બાળક અટવાયો હતો.

પરંતુ તેમના 10 વર્ષના મોટા ભાઈએ હિંમત દાખવી અને 4 વર્ષના ઈજાગ્રસ્ત ભાઇને એમ્બ્યુલન્સમાં લઈ નવી સિવિલ પહોંચ્યાડ્યો હતો. 10 વર્ષિય ભાઈ નાના ભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈને પહોંચતા સૌ ચોંકી ગયા હતા. આ ઘટના ઉધના રેલવે સ્ટેશન પાસે બની હતી. બાળકો રમી રહ્યા હતા ત્યારે મધમાખીએ ડંખ માર્યા હતા ડંખ મારતા બાળક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો.

રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં 1નું મોત જયારે 3 લોકો ઘાયલ

રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં ભંયકર દુર્ઘટના ઘટી છે. રાજકોટની લક્ષ્મીવાડી નજીક  દીવાલ ધસી  પડતાં 3 લોકો ઘાયલ થયા છે જ્યારે 1નું મોત થયાના અહેવાલ છે.રાજકોટની લક્ષ્મીવાડી વિસ્તારમાં 21 નંબરની શેરીમાં છજુ તુટી પડ્યું હતું,રિનોવેશન કામ દરમિયાન  ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને રેસ્ક્યુ કામગીર હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ છે.

રાજ્યમાં એક  દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત

મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે. વડોદરામાં પતંગની દોરીના કારણે  યુવકનો  અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા  યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો

મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ  4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં 4 વર્ષીય માસૂમ દીકરીને  ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.

બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને  ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget