શોધખોળ કરો

Indigo Flight: સુરતથી દિલ્લી જતી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના બનતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Indigo Flight: સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત જ બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા.

Indigo Flight: સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત જ બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે ફલાઇટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી અન્ય ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને દિલ્લી લઈ જવાયા હતા. 50થી વધુ મુસાફરો ફલાઇટમાં મોજુદ હતા. જેમાં સુરત ના નકુલ પાટીલ અને માતા વર્ષા પાટીલ દિલ્લી એરપોર્ટ પર અટવાયા હતા.

આજે સવારે સુરાતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા. સૌથી પહેલા અમદાવાદ પહોંચી તમામ મુસાફરોને વેટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા,પરંતુ ત્યાં સુધી શુ ઘટના બની તે મુસાફરોને જણાવવામાં આવ્યું ન હતું. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિગો કંપનીના કર્મચારીઓએ મુસાફરો સાથે દિલ્લીમાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને 3 દિવસ ફેરવી ફેરવી કાઠમંડુ લઈ જવામાં આવશે તેવી વાત કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

તરેટી ગામના સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યો મળી કુલ છ લોકોને જીલ્લા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી કરતા ચકચાર મચી છે. તરેટી ગામની ગોચરની જમીનનો ગેર કાયદેસર ઠરાવ કરી વાણીજ્ય હેતુ માટે આપતા આ મુદ્દે ગામના એક વ્યક્તિએ જીલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જેને પગલે સરપંચ, ઉપ સરપંચ સહીત છ સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી દુર કરાયા હતા. હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો જિલ્લા વિકાસ અધિકારીની આ કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.

ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો

મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.

ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી

જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે  પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાંGujarat Heatwave: આજે રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, આજે ગરમી મચાવશે કહેરAhmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધTrain Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Champions Trophy: 1500 કરોડની એક મેચ, કંગાળ પાકિસ્તાન માટે ધોળો હાથી સાબિત થઈ ચેમ્પિયન્સ ટ્રોફી
Champions Trophy: 1500 કરોડની એક મેચ, કંગાળ પાકિસ્તાન માટે ધોળો હાથી સાબિત થઈ ચેમ્પિયન્સ ટ્રોફી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
Embed widget