Surat: ટ્યુશનથી ઘરે જતી આઠ વર્ષની બાળકીને રિક્ષાચાલકે કહ્યુ- ‘ચાલ બેસી જા’, અવાવરુ જગ્યાએ લઇ જઇ કર્યા શારીરિક અડપલા
બાળકીના પિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
સુરતના રાંદેરમાં એક રિક્ષા ચાલકે આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઇને તેની સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં સંતનામ સર્કલ પાસે ચાલતા ટ્યુશનથી ઘરે આવતી આઠ વર્ષની વિદ્યાર્થીનીને રિક્ષા ચાલકે કહ્યુ હતું કે ‘ચાલ બેસી જા’. બાદમાં તેને ખેંચીને રિક્ષામાં બેસાડી હતી અને નજીકની સોસાયટીની અવાવરુ જગ્યા પર લઇ જઇ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.
એટલું જ નહી રિક્ષાચાલકે બાળકીને સોસાયટીમાંથી બહાર નીકળીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી. ગભરાઇ ગયેલી બાળકીએ ઘરે આવીને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. જેને પગલે બાળકીના પિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિક્ષા ચાલક સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગઇકાલે જ ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના સુરતમાં બની હતી. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
હોટલમાં યુવતી સાથેના વીડિયોને લઈને આખરે ભુપત ભાયાણીએ તોડ્યું મૌન
આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી હાલમાં એક વિવાદમાં સપડાયા છે. ધારાસભ્ય ભુપત ભાયાણીનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભુપત ભાયાણી સુરતની એક હોટલમાં એક અજાણી યુવતી સાથે જોવા મળી રહ્યા છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.
મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સુરતના કડોદરાની એક હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે સુરતની હોટલમાં ઝડપાયા હોવાનો વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભુપત ભાયાણી આ યુવતી સાથે હોટેલમાં હતા ત્યારે યુવતીના પતિએ રંગેહાથે ઝડપતાં મોઢે રૂમાલ રાખીને ધારાસભ્ય ભાગ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.
તો બીજી તરફ AAPના MLA ભુપત ભાયાણીએ વાયરલ થયેલા સીસીટીવી મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. હોટલમાં મહિલા સાથેના CCTV ફૂટેજ મુદ્દે ભાયાણીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. સુરતની હોટલના વાયરલ વીડિયો મુદ્દે પ્રથમ વખત મૌન તોડ્યુ છે. તેમણે કહ્યું કે, વીડિયો મોર્ફ કરેલો અને ખોટો છે. ભાયાણીએ દાવો કર્યો છે કે, આ રાજકીય ષડયંત્ર છે. ખોટી રીતે ફસાવવા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.