શોધખોળ કરો

Surat News: સુરતમાં પતિના મોત બાદ આ કારણે મહિલાએ એસિડ ગટગટાવીને જીવન ટૂકાવ્યું, જાણો શું છે મામલો

સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઇ મહિલા કર્મચારીએ એસિડ પીને જીવન ટૂંકાવ્યું, થોડા વર્ષ પહેલા તેમના પતિનું પણ મોત થયું હતું.

સુરત: SMCના મહિલા સફાઇ કર્મચારીએ અચાનક એસિડ પીને જીવન ટૂંકાવી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યાં છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા  32 વર્ષીય સંગીતાબેન સંગાડા સફાઇ કર્મી તરીકે કામ કરતા હતા. તેમણે આજે અચાનક એસિડ પી આપઘાત કર્યો છે.મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જો કે હોસ્પિટલ પહોંચતા તપાસ કરતા  તબીબે મહિલાને  મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલા બે સંતાનની માતા છે તેમજ થોડા વર્ષ અગાઉ તેમના પતિનું મૃત્યુ થયું હતું. સંગીતાબેન smc માં છેલ્લા 14 વર્ષ થી સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતા હતા.મૃતક મહિલાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી આ પગલું ભર્યું હોવાના પણ આક્ષેપ થઇ રહ્યાં છે. 

તો બીજી તરફ સુરતમાં જ માં નવનિર્મિત બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત થયાની ઘટના બની હતી. મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતા વિનુભાઈ ડામોરના 19 વર્ષીય પુત્ર અલ્કેશ પિતા સાથે જ બાંધકામ સાઈટ પર કામ કરતો હતો. અલ્કેશ રવિવારના પિતા સાથે રિવોના નામની નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો. ત્યારે કામ કરતા સમયે અકસ્માતે છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. જેમાં અલ્કેશને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલ્કેશની હજુ બે મહિના પહેલા જ સગાઈ થઈ હોવાની જાણકારી મળી હતી. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. તેમનો મોટો પુત્ર 19 વર્ષીય અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરે છે. દરમિયાન ગઇકાલે અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા તે છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. જેથી અલ્કેશને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.  મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા જ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરા શહેરના ભાયલી સ્થિત નિલાંબર સર્કલ નજીક આવેલ બાંધકામ સાઇટ પર માલસામાન વહન કરતી ટ્રોલી તૂટી પડતા એક શ્રમજીવી નીચે પટકાયો હતો. અને તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. શ્રમિકના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અને બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. કેસની તપાસ માટે ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget