શોધખોળ કરો

Surat: સુરતમાં સ્તનપાન ન કરાવી શકતા માતાએ કરી આત્મહત્યા, 1 મહિનાના જોડિયા બાળકોએ છત્રછાયા ગુમાવી

સુરત: શહેરમાં એક પરિણિતાએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, આત્મહત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારુ છે. જોડિયા બાળકોને સ્તનપાન ન કરવી શકતા મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

સુરત: શહેરમાં એક પરિણિતાએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, આત્મહત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારુ છે. જોડિયા બાળકોને સ્તનપાન ન કરવી શકતા મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે લગ્નના 5 વર્ષ બાદ મહિલા IVF મારફત મા બની હતી. 1 માસના બાળકો બીમાર રહેતા માતા તણાવમાં હતી. લગ્નના 5 વર્ષના સમયગાળામાં 1 મહિના પહેલાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.  જોકે, ડિલિવરી બાદ મહિલાને ધાવણ આવતું ન હતું. બાળકો સતત ભૂખ્યા રહેતા બીમાર પણ પડતા હતા.  ડિપ્રેશનમાં આવી ગયેલી આ મહિલાએ પોતાના ઘરે કોઇ હાજર ન હતું ત્યારે ફાંસો ખાઈ લીધો હતો. આમ જન્મના એક મહિનામાં જ માસૂમ જોડિયા બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. 

જાણો સુરતમાં AAPના ગઢમાં ક્યા બીજેપી નેતાએ પાડ્યો ખેલ

સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર જોડાયા છે. 27 માંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હવે પક્ષાંતર ધારો નહીં લાગે. હાલ ભાજપના 103 તો આપના 17 કાઉન્સિલર સંખ્યાબળમાં રહેશે. તો આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દીપ્તિ સાકરીયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. ગાંધીનગરમાં પ્રફુલ પાનસેરિયાના બંગલે બેઠક થઇ હતી. જેમાં મારા સહીત ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર હતા.

તો બીજી તરફ  આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ બીજેપી સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું અમે ભાજપ વિરુદ્ધ સાઈન કેમ્પિયન શરૂ કરીશું. મંત્રી પ્રફુલ્લ ભાઈના ઘરે મીટીંગ થઈ હતી. રૂપિયા 50 થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે વિપક્ષને ખતમ કરવાનું ષડ્યંત્ર રચ્યું છે. તમામ લોકો ગાંધીનગર પ્રફુલ્લ ભાઈના બંગલે ગયા હતા. પ્રજા સાથે દ્રોહ કર્યો છે. લોકતંત્રની હત્યા કરી છે.

સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી ધીમે ધીમે તૂટી રહી છે. આ પહેલા આપણા ચાર કોર્પોરેટરો બિન સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા પરંતુ આજે આમ આદમી પાર્ટીના વધુ છ કોર્પોરેટરો એ રાજીનામું આપતા બળવો કરનારની સંખ્યા 10 થઈ ગઈ છે. આજે મોડી રાત્રે ભાજપ કાર્યાલય ખાતે તમામ કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની 2020ની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો પરંતુ પાટીદાર બહુમતી વાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એક બે નહીં 27 બેઠકો આવી ગઈ હતી. 

શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલા આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પરંતુ તેઓએ રાજીનામું આપ્યું ન હતું. તેઓનું સંખ્યાબળ ચારનું હોવાથી પક્ષાંતરનો ધારો લાગી શકે તેમ હતો જેના કારણે તેઓ સત્તાવાર ભાજપમાં જોડાયા ન હતા. આજે મોડી રાત્રે અચાનક જ આમ આદમી પાર્ટીના વધુ છ કોર્પોરેટરો ભાજપમાં સત્તાવાર જોડાયા હોવાનું ભાજપ કાર્યાલય પરથી સંદેશો આવ્યો છે. જેને કારણે હવે આપમાંથી બળવો કરનારની સંખ્યા પર 10 પર પહોંચી ગયો છે જેથી હવે પક્ષાંતર ધારો લાગશે નહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget